નિર્ધારીત સમય બાદ અરજદારોનો હક દાવો રહેશે નહીં
સુરત, તા.૨૩
બારડોલીના સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીના જણાવ્યાનુસાર વલસાડના ભીલાડના ઉમરગામના રહેવાસી મોહમદઅલી અજગરખાનના અંદાજીત ૨.૭૫ લાખની કિંમતના વાહન નંબર જી.જે.૧૫-ઝેડ-૦૬૨૪ તથા બારડોલીના પંચવટી સો.ના રહેવાસી જાગૃતિબેન વિપુલભાઈ સોલંકીના અંદાજે ૬.૫૧ લાખની કિંમતના વાહન(જીજે-૧૯-ટી-૪૩૬૭)ને કાયદાની કલમ મુજબ ડિટેઈન કરવામાં આવ્યા છે. જેઓને વાહન કર, દંડ, પેનલ્ટીની બાકી લ્હેણી રકમ ભરપાઈ કરવા એકથી વધુ વખત નોટિસો આપવામાં આવી છે. જેથી તા.૩૦/૫/૨૦૧૯ સુધીમાં બાકી લ્હેણી રકમ ભરવા આખરી તક આપવામાં આવે છે. આ તારીખ પછી આવા કોઈ અરજદારોને હક્કદાવો રહેશે નહી. તેમ કરવામાં કસૂર થશે તો વાહન રાજયસાત કરીને વાહનની હરાજી વેચારણ કરી બાકી રકમ વસુલાતમાં આવશે જેની નોંધ લેવા જણાવાયું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



