કોસાડના સામૂહિક આત્મહત્યા કેસમાં હત્યાનો ગુનો દાખલ થયો

0
9

પત્ની અને દીકરીને ઝેર આપી પતિએ પણ આપઘાત કરી લીધો હતો
સુરત, તા. ૨૩
અમરોલી કોસાડ આવાસમાં સામૂહિક આપઘાત પ્રકરણમાં અમરોલી પોલીસે મૃતક પતિ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
અમરોલી પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ગત તા. ૧૮મીના રોજ અમરોલી કોસાડ આવાસ નં. ૩૦૧/એ/૧૮મા મૃત હાલતમાં નરેન્દ્રભાઈ શિવપ્રસાદ વર્મા, તેમની પત્ની પ્રિયંકાબેન તથા દીકરી મૈત્રી મૃત હાલતમાં મળી આવી હતી. જ્યારે પુત્ર અંશ અર્ધબેભાન હાલતમાં મળી આવતા અમરોલી પોલીસે આ સામૂહિક આત્મહત્યા પ્રકરણની તપાસ હાથ ધરી હતી. મૃતકનું ફોરેન્સિક પોર્સ્ટમોર્ટમ કરાવાતા મૃતકના શરીરમાંથી મોરી તત્ત્વની હાજરી મળી આવી હતી. જેથી પોલીસે પત્ની, પુત્રીને ઝેરી દવા પીવડાવી મારી નાખવાની અને પુત્રની હત્યાની કોશિષ કરી જાતે આત્મહત્યા કરનાર નરેન્દ્ર પ્રસાદ વર્મા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY