મુંબઈ,તા.૧૪
બાગી ટુ જેવી સુપરહિટ ફિલ્મ આપનારી અભિનેત્રી દિશા પટની પોતાની ફિલ્મોના શૂટિંગમાં પોતાનો પાળેલો શ્વાન પણ સાથે લઇ જતી હોવાની માહિતી મળી હતી.
એનું કહેવું એવું છે કે પેટ ડાગ તમારી સાથે હોય તો કામનું ટેન્શન અદ્રશ્ય થઇ જાય છે. સાથોસાથ એક પ્રકારની સિક્યોરિટી પણ અનુભવાય છે. તમારી સાથે ડાગ હોય ત્યારે કોઇ તમારી સાથે અનિચ્છનીય છૂટછાટ લેતાં પહેલાં બે વાર વિચાર કરે છે.
દિશા હાલ અલી અબ્બાસ ઝફર નિર્દેશિત ફિલ્મ ભારત કરી રહી છે જેમાં સુપર સ્ટાર સલમાન ખાન મુખ્ય ભૂમિકા કરી રહ્યો છે. સલમાન પોતે પણ જાણીતો ડાગ લવર છે. આ ફિલ્મમાં કેટરિના કૈફ, કોમેડિયન સુનીલ ગ્રોવર અને તબુ પણ ચમકી રહ્યાં છે.
જા કે દિશાનો પેટ ડાગ બેલા મોટે ભાગે એની વાનમાં ગોઠવેલા સોફા પર બિરાજમાન હોય છે. દિશા ભારત ફિલ્મમાં ટ્રેપેઝ આર્ટિસ્ટનો રોલ કરી રહી છે અને એ માટે એણે આકરી તાલીમ પણ લીધી હતી. પોતાના વાળ રોલને અનુરૃપ ટ્રીમ કરાવ્યા હતા. એણે અગાઉ સોશ્યલ મિડિયા પર પોતાની ટ્રેનિંગના કેટલાક ફોટોગ્રાફ્સ શૅર કર્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





