સુરતના કાપડ દલાલ સાથે મળી થાણેના વેપારી દ્વારા છેતરપિંડી

0
1

રૂ. ૫.૪૨ લાખનો માલ ખરીદી ઠગાઈ
સુરત, તા. ૨૩
સુરતના સાડીદલાલ મારફતે થાણેના વેપારીએ સુરતના સાડી વેપારી પાસેથી રૂ. ૫.૪૨ લાખની કિ઼મતની સાડી ખરીદી પેમેન્ટ ચૂકવવાને બદલે દુકાન બંધ કરી ઉઠમણું કર્યુ હતું. સાડી દલાલ અને વેપારી સામે સુરતના સાડી વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
સલાબતપુરા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ભટાર રોડ યોગીકૃપા સોસાયટી રહેતા સાડી વેપારી શૈલેષ બાબુલાલ ભોગરે આરોપી ઘનશ્યામ ભગવાનદાસ તલરેજા (સ્નેહા ટેક્ષટાઈલ, ઉલ્લસાનગર થાણે), ઘોડદોડ રોડ એલ.બી. પાર્કના દલાલ રાજકુમાર ફતેચંદ હેમવાણી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. દલાલ મારફતે વેપારીએ ફરિયાદી પાસેથી રૂપિયા ૫,૪૨,૫૦૫ની કિંમતની સાડી ખરીધ્યાં બાદ પેમેન્ટ નહીં ચૂકવી દુકાન બંધ કરી વેપારી નાસી ગયો હતો. સલાબતપુરા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY