યુએમરોડ આશીર્વાદ કોમ્પ્લેક્સની ત્રણ દુકાનોના તાળા તોડીને ચોરી

0
4

સુરત, તા. ૨૩
શહેરમાં ઘરફોડ ચોરીના બનેલાં બે બનાવમાં રૂ. ૬.૦૧ લાખની મતા ચોરાઈ હતી. આ બન્ને બનાવ પૈકી એક બનાવમાં ઉધના મગદલ્લા રોડ સોસિયો સર્કલ સામે આશીર્વાદ કોમ્પલેક્ષમાં ત્રણ દુકાનના તાળા તૂટયા હતા.
ખટોદરા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ફરિયાદી શિવપ્રકાશ અંજનીકુમારની આશીર્વાદ કોમ્પલેક્ષ ખાતે આવેલ દુકાન નં. ૧૪માંથી રોકડા રૂ. ૪.૧૪ લાખ, દુકાન નં. યુ-૧૩ હરેશભાઈના રિચવે ઈન્સ્યુરસની ઓફિસમાંથી રોકડા રૂ. ૧૨ હજાર અને વિષ્ણુભાઈની અંબિકા હાઈડ્રોલિકમાં ચોરીનો પ્રયાસ થયો હતો. બે દુકાનમાંથી અજાણ્યા તસ્કરો કુલ્લે રૂપિયા ૪.૨૬ લાખ રોકડા ચોરી ગયા હતા. ખટોદરા પોલીસ તપાસ કરી રહી છે.
વરાછા મીનીબજાર સાધના સોસાયટી ઘર નં. ૪૮માંથી અજાણ્યા તસ્કરો રોકડા રૂ. ૧.૨૫ લાખ, લેપટોપ મળી કુલ્લે રૂ. ૧.૭૫ લાખની મતા ચોરી કરી ગયા હતા આ અંગે દિનેશભાઈ ધરમશીભાઈ ડોંડાએ વરાછા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY