મહિધરપુરા અને કતારગામમાં જુગાર રમતા ૧૪ જુગારી પકડાયા

0
6

સુરત, તા. ૨૩
મહિધરપુરા અને કતારગામ પોલીસે દરોડા પાડી જુગાર રમતા ૧૪ જણાંની ધરપકડ કરી રોકડા રૂપિયા ૨૧,૩૪૦ કબજે કર્યા હતા.
મહિધરપુરા પોલીસે બાતમીના આધારે મંછરપુરા રામસ્નેહિ એપાર્ટમેન્ટના ઓટલા ઉપર જુગાર રમતા સુભાષ કદમ, ભરત પટેલ, અતુલ બાલીવાલ, નવનીત સંચારે, રાજેશ રાવળ, અશોક દશરથની ધરપકડ કરી રોકડા રૂપિયા ૧૦,૧૪૦ કબજે કર્યા હતા.
કતારગામ પોલીસે વિહાર સોસાયટીમાં જુગાર રમતા બંટી જાષી, રવિ ભાથીરામ, સુરેન્દ્ર રાઠોડ, ઓમપ્રકાશ ચૌહાણ, ધુરવેન્દ્ર સિંગ, સુનીલ રાઠોડ, રવિન્દ્ર ગુર્જર પ્રમોદ સીતારામની ધરપકડ કરી રોકડા રૂપિયા ૧૧,૨૦૦ કબજે કર્યા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY