સુરત, તા. ૨૩
ગતરોજ લોકસભા ચૂંટણી ૨૦૧૯ના પરિણામ જાહેર થયા બાદ ભાજપના વિજયી ઉમેદવારોએ પોત પોતાના સંસદીય વિસ્તારમાં વિજય સરઘસ કાઢી મતદારોનો જાહેર આભાર વ્યકત કર્યો હતો.
સુરત લોકસભાના ઉમેદવાર સાંસદ દર્શનાબેન જરદોષ દ્વારા સતત ત્રીજી વખત ભવ્ય જીત મેળવી હતી. સુરત લોકસભા બેઠક ભાજપનો અભેદ કિલ્લો સમાન છે સતત ૯મી વખત સુરત બેઠક પરથી ભાજપના ઉમેદવાર વિજયી થયા છે. ગતરોજ ઈચ્છાનાથ ખાતે આવેલ એસવીએનઆઈટી કોલેજમાં મતગણતરી પૂર્ણ થતા ભાજપના ઉમેદવાર દર્શના જરદોષને કુલ ૭,૯૩,૭૩૮ મત મળ્યા હતા જ્યારે કોંગ્રેસના ઉમેદવાર અશોક પટેલને માત્ર ૨,૪૭,૧૨૨ મતો મળ્યા હતા. દર્શના જરદોષનો સુરત બેઠક પરથી ૫.૪૮ લાખ મતોથી ભવ્ય વિજય થયો હતો. ગતરોજ સુરત શહેર ભાજપ કાર્યાલય ખાતેથી દર્શના જરદોષનું સ્વાગત થયા બાદ સાંજે કાપોદ્રા-વરાછા સરથાણા વિસ્તારમાં વિજય સરઘસ નીકળ્યુ હતુ. આજે દર્શના જરદોષનો વિજય સરઘસ સુરત-ઉત્તર, કરંજ અને સુરત પૂર્વ વિધાનસભા વિસ્તારમાં નીકળ્યું હતું. સાંજે સુરત-પિમ વિધાનસભા વિસ્તારમાં વિજય સરઘસ નીકળશે.
નવસારી લોકસભાના ભાજપના ઉમેદવાર સી.આર. પાટીલે સતત ત્રીજી વખત જંગી બહુમતીથી વિજય મેળવ્યો છે. સુરત શહેરની ૪ મજૂરા, ઉધના, લીંબાયત અને ચોર્યાસી તેમજ નવસારીની ૩, વિજલપોર, જલાલપોર અને ચીખલી વિધાનસભા મળીને નવસારી લોકસભાનો મત વિસ્તાર આવે છે. સીઆર પાટીલે સમગ્ર દેશમાં સૌથી વધુ ૬.૮૯ લાખની લીડથી ભવ્ય જીત મેળવી હતી. ભાજપના ઉમેદવાર સી.આર. પાટીલે કુલ ૯,૭૨,૭૩૯ મત મેળવ્યા હતા જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ધર્મેશ પટેલે ૨,૮૩,૦૭૧ મત મેળવતા ૬.૮૯ લાખની ઐતિહાસિક લીડ સાથે સીઆર પાટીલ વિજયી થયા હતા. ગતરોજ નવસારીની ગાંધી એન્જિનિયરીંગ કોલેજ ખાતેથી સાંસદ સી.આર. પાટીલનો ૩ વિધાનસભા વિસ્તારમાં વિજય સરઘસ નીકળ્યો હતો.
આજે સાંજે ૪ વાગે લીંબાયત વિધાનસભમાંનવાગામ ડીંડોલી રોડ સીએનજીપંપ ખાતેથી સાંસદ સી.આર. પાટીલનો વિજય સરઘસ નીકળશે. નવાગામ ડીંડોલી મેઈન રોડ થઈને ડીંડોલી, ગોડાદરા, પરવત પાટિયા થઈ નીલગીરી સર્કલ સુધી નીકળશે. ભાજપના ઉમેદવારોની ભવ્ય જીત બાદ મતદારોનો જાહેર આભાર માણવા માટે ઉમેદવારો કાર્યકર્તાઓ વિજય સરઘસ કાઢી રહ્ના છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




