મસાજ પાર્લરના સંચાલકોએ જરૂરી વિગતો પોલીસ મથકમાં નોંધાવી દેવી

0
64

ગેરકાયદે કૃત્ય રોકવા પોલીસે જાહેર કરેલી સૂચના
સુરત, તા.૨૫

શહેરના કેટલાક રહેણાંક અને ઔદ્યોગિક વિસ્તારોમાં સ્પા અને મસાજ પાર્લર ચલાવવાની આડમાં નશીલા કેફી દ્રવ્યોનું સેવન, દેહ વ્યાપાર અને કેટલાક ગેરકાયદે કૃત્યો,ગુનાઇત પ્રવૃત્તિ ચાલતી હોવાની માહિતીના પગલે શહેર પોલિસે આ ગેરકાયદે પ્રવૃત્તિને અટકાવવા માટે એક જાહેરનામુ બહાર પાડી શહેર વિસ્તારમાં પ્રત્યેક સ્પા અને મસાજ પાર્લરના સંચાલકોએ પોતાની તેમજ તેને ત્યાં કામ કરતા કર્મચારીઓની ફોટા સહિતની માહિતી પોલીસને અનિવાર્ય પણે આપવા માટે હુકમ કર્યો છે.
સ્પેશિયલ બ્રાંચના મદદનીશ પોલીસ કમિશનર પી.એલ. ચૌધરીએ જારી કરેલા જાહેરનામા મુજબ સ્પા અને મસાજ પાર્લરના માલિકો અથવા સંચાલકોએ પોતાની નામ સરનામા અને મોબાઇલ નંબર, ફોટોગ્રાફ સહિતની તમામ વિગતો આપવાની રહેશે. આ ઉપરાંત મસાજ પાર્લરમાં કામ કરનારી પ્રત્યેક વ્યક્તિની વિગતો પણ ફોટાગ્રાફ સાથે આપવાની રહેશે. સ્પા કે મસાજ પાર્લરમાં બહારના રાજ્યની કોઇ વ્યક્તિ કામ કરતી હોય તો તેના વતનની વિગતો સાથે ઓળખના પુરાવા રજૂ કરવાના રહેશે. જો કોઇ વ્યક્તિ વિદેશી હોય તો તેના પાસપોર્ટની વિગતો પોલીસને આપવાની રહેશે.આ જાહેરનામું તા.૦૯/૦૭/૨૦૧૯ સુધી અમલી રહેશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY