લે-વેચ કરનારા ઓળખના પુરાવા મેળવી લેવા
સુરત, તા.૨૫
સ્પેશિયલ બ્રાંચના મદદનીશ પોલીસ કમિશનર પી.એલ. ચૌધરીએ જાહેર શાંતિ-સલામતી અને સુરક્ષાને ધ્યાનમાં રાખી એક જાહેરનામા દ્વારા તેમની હકુમત હેઠળના સમગ્ર વિસ્તારમાં સાયકલ, સ્કુટર, મોટર સાયકલ જેવા ટુ વ્હીલર વેચનારા તથા તે અંગેની દુકાન ધરાવનારા માલિકો, મેનેજરો, સંચાલકો, એજન્ટોને આ પ્રકારના વાહનો ખરીદ-વેચાણ કરતી વખતે આટલી સૂચનાનું પાલન કરવા જણાવ્યું છે.
વેચાણકર્તાએ વાહન ખરીદનારને તેનું પુરૂ નામ, સરનામું, સંપર્ક માટે ટેલીફોન/મોબાઇલ નંબર સાથેનું બીલ આપવું અને સ્થળપ્રત કબજામાં રાખવી, ઓળખ માટેના પુરાવા તરીકે ખરીદનાર ગ્રાહકનું ડ્રાઇવીંગ લાયસન્સ, પાન કાર્ડ, ઇલેકશન કાર્ડ, રેશનકાર્ડ, નોકરી કરતા હોય તો ત્યાંનું ઓળખપત્ર કે શૈક્ષણિક સંસ્થાનું પ્રમાણપત્ર કે સ્થાનિક અગ્રણીઓ જેવા કે મ્યુનિસિપલ કોપોરેટરશ્રી, ધારાસભ્યશ્રી, સાંસદશ્રી, કોઇ પણ રાજયપત્રિત અધિકારી તરફથી મેળવેલું ઓળખપત્ર/પ્રમાણપત્ર પૈકી કોઇપણ એક પુરાવો ઓળખ માટે મેળવવાનો રહેશે. બીલમાં ખરીદનારનું પુરુ નામ, સરનામું સંપર્ક માટે ટે./મો.નંબર લખવો. વેચાણબીલમાં વાહનોના ફ્રેમ નંબર, ચેસીસ નંબર અવશ્ય લખવા, વાહનો વેચાણકર્તાએ કોઇપણ પોલીસ અધિકારી તરફથી આ પ્રકારની માહિતી/રેકર્ડ ચકાસણી માટે માંગવામાં આવે ત્યારે રજુ કરવા જણાવાયું છે. આ ઉપરાંત ટીફીન બોક્ષ કે અન્ય કોઈ સામાન સાથેના સાયકલ તથા ટુ વ્હીલર વાહનો જાહેર રસ્તા/રોડ તથા ફુટપાથ ઉપર કોઈ વ્યકિતની દેખરેખ (નધણીયાત) બિનવારસી મુકવા નહી. આ જાહેરનામાનો અમલ તા.૦૬/૦૭/૨૦૧૯ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



