સુરત, તા.૨૫
સુરત શહેરના સરથાણા વિસ્તારના તક્ષશિલા કોમ્પલેક્ષમાં ટયુશન ક્લાસમાં લાગેલી આગની દુર્ઘટનાની જાણ થતા શિક્ષણમંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ઊંડા શોક અને દુઃખની લાગણી વ્યકત કરી છે. શ્રી ચુડાસમાએ આ દુર્ઘટના સંદર્ભે સૂરતના કલેકટરશ્રી ડો.ધવલ પટેલ, પોલિસ કમિશનરશ્રી સતીષ શર્મા સહિત પોલિસ વિભાગના ઉચ્ચ અધિકારી તથા શહેરી વિકાસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે સંપર્ક કરીને આ દુર્ઘટનાની વિગતો મેળવી હતી. દરમિયાન મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ પણ શહેરી વિકાસના અગ્રસચિવશ્રી મુકેશ પુરીને આ દુર્ઘટનાની તપાસ કરવા જવાબદારી સોપાઇ છે. ઉપરાંત મુખ્યમંત્રીશ્રીએ મૃતકોના પરિવારજનોને રૂ.૪ લાખની સહાય જાહેર કરી હોવાનું પણ શિક્ષણમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



