સુરત, તા.૨૫
સરથાણાની આગના સમયે તક્ષશિલા કોમ્પલેક્ષની બાજુમાં આવેલી ઓફિસમાં કોઈ કામ અર્થે આવેલા નવરંગભાઈને આગની ઘટનામાં વિદ્યાર્થીઓ ફસાયા હોવાની જાણ થતા તત્કાલ ઘટના સ્થળે પહોંચી આગની જ્વાળાઓની પરવા કર્યા વિના જાનની બાજી લગાવી પોતાના માથા વડે કાચ તોડી અંદર ફસાયેલા બાળકોને બચાવીને અદમ્ય સાહસ દાખવ્યું હતું. જેમાં પોતાને પણ આગની લપેટમાં આવતા દાઝી ગયા હતા. જેઓને પણ પી.પી.સવાણી ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ નવરંગભાઈના ખબર પૂછ્યા હતા, અને તેમના અદમ્ય સાહસને બિરદાવ્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



