સરથામા તક્ષશીલા અગ્નિકાંડ
કેતને બીજા માળે પહોંચી બે છોકરાઓના જવ બચાવી લીધા
સુરત, તા.૨૫
સુરતના તક્ષશિલા એપાર્ટમેન્ટના ચોથા માળે ચાલતા ટ્યૂશન ક્લાસિસમાં ભીષણ આગ લાગી હતી. આ અંગે જાણ થતાં ફાયર બ્રિગેડની ૧૫થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. જોકે, આ આગમાં ૧૯થી વધુ વિદ્યાર્થીઓના મોત થયાનું સુત્રો જણાવી રહ્યા છે. આગ લાગવા સમયે એક વ્યક્તિ અસલી હિરો બની સામે આવ્યો હતો અને તેણે બે વિદ્યાર્થીનીઓના જીવ બચાવ્યા હતા. આ વ્યક્તિનું નામ છે કેતન જોરવાડીયા કેતને સુરતના અસલી હીરોએ પોતાનો જીવ જોખમમાં મુકી, આગથી બચવા બીજા માળેથી મોતની છલાંગ લગાવી રહેલા બાળકોને બચાવવાનો પ્રયાસ કર્યો
સુરતના અસલી હીરો કેતને જણાવ્યું કે, આગ લાગવાની ઘટના સમયે મે જોયુ કે બાળકો બચવા કૂદકો લગાવી રહ્યા છે તો મે બીજા માળે જઈ તેમને બચાવવાની કોશિસ કરી. બે બાળકોને ઉપરથી ઉતારવામાં સફળ રહ્યો.
ઉલ્લેખનીય છે કે, આગની આ ઘટનામાં ૧૩થી વધુ વિદ્યાર્થીઓ આગમાં બળીને ખાખ થયા હતા. જ્યારે પોતાનો જીવ બચાવવા માટે રીત સરના ચોથા માળેથી નીચે કૂદકા માર્યા હતા.એમાંથી ૪ વિદ્યાર્થીઓના મોત થયા છે. આમ કુલ મૃત્યુઆંક ૨૦ પહોંચી ગયો છે. ઉલ્લેખનીય છે કે, આગની આ ઘટનામાં ૧૩થી વધુ વિદ્યાર્થીઓ આગમાં બળીને ખાખ થયા હતા. જ્યારે પોતાનો જીવ બચાવવા માટે રીત સરના ચોથા માળેથી નીચે કૂદકા માર્યા હતા.એમાંથી ૪ વિદ્યાર્થીઓના મોત થયા છે. આમ કુલ મૃત્યુઆંક ૨૦ પહોંચી ગયો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





