કસૂરવારોને કડક સજા થાય તેવી લાગણી
સુરત, તા.૨૫
સુરતમાં મૃત્યુ પામેલા વિદ્યાર્થીઓને હ્યદયપૂર્વકની શ્રદ્ધાંજલિ અને તેમના પરીવારજનો પ્રત્યે સંવેદના વ્યકત કરતા પ્રદેશ પ્રવકતાશ્રી ભરત પંડયાએ જણાવ્યું હતું કે, સુરત તક્ષશિલા એપાર્ટમેન્ટમાં બનેલ ઘટના દુઃખદ, દર્દનાક અને કમનશીબ છે. આ ઘટનાની ઝડપી અને સંપૂર્ણ તપાસ થવી જોઈએ. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ મૃતકોના પરીવારજનોને ૪-૪ લાખ આપવાની જાહેરાત કરી છે અને તાત્કાલિક તપાસ અને બચાવ રાહતકાર્યના આદેશો આપ્યાં છે. નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ અને શિક્ષણ મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ અધિકારીશ્રીઓ સાથે સતત સંપર્કમાં રહીને જરૂરી સેવાઓ અને સૂચનો આપી રહ્યાં છે. સમગ્ર તંત્ર બચાવ અને રાહતકાર્યમાં લાગ્યું છે. ભાજપ આ ઘટના પ્રત્યે લાગણીસભર સંવેદના વ્યકત કરે છે અને જે પણ કસુરવાર હોય તેને કડકમાં કડક સજા થાય તેવી લાગણી વ્યકત કરે છે. મૃતકોના પરીવારજનોને દુઃખની આ ઘડીમાં ભગવાન શક્તિ આપે તેવી પ્રાર્થના કરે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



