એનટીપીસી કવાસ ખાતે બાલિકા સશક્તિકરણ અભિયાનનો આરંભ

0
5

બાલિકા સશક્તિકરણ અંગે વર્કશોપનું આયોજન
સુરત, તા.૧૪
તા.૧૩મી મે ૨૦૧૯ના રોજ સોમવારે મહાપ્રબંધક દેબાશિષ દાસના વરદ હસ્તે એનટીપીસી કવાસ પરિયોજનામાં સીએસઆર અંતર્ગત બાલિકા સશક્તિકરણ અભિયાન કાર્યશાળા ૨૦૧૯નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન કાર્યક્રમમાં મહાપ્રબંધક સામગ્રી એસ.એસ.સી. ડબ્લ્યૂ આર-૧, યુ.એ. ગોખે, એનટીપીસી કવાસ વિભાગના પ્રમુખ સ્વાતિ મહિલા સમિતિની અધ્યક્ષા સુદિપ્તા દાસ અને મહિલા સમિતિના પદાધિકારીગણ, ડી.સી.આઈ.એસ.એફ., એ.સી.સી.આઈ.એસ.એફ., મોરા, દામકા અને જૂના ગાંવના સરપંચ તથા મોટી સંખ્યામાં બાલિકા સશક્તિકરણ અભિયાન કાર્યશાળામાં ભાગ લેનારે બાલિકાઓ અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્ના હતા.
એનટીપીસી કવાસ સી.એસ.આર.ના અંતર્ગત આસપાસના ગામોના સરકારી પ્રાથમિક સ્કૂલની બાલિકાઅોના સશક્તિકરણ હેતુ ૧૩મી મેથી ૮મી જૂન ૨૦૧૯ નિવાસીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યશાળામાં મોરા, દામકા અને જૂનાગાંવની સરકારી પ્રાથમિક સ્કૂલની કુલ ૩૧થી વધારે બાલિકાઓએ ભાગ લીધો છે. કાર્યશાળામાં બેઅર ફૂટ કોલેજ એનજીઓ દ્વારા બાલિકાઓના બૌદ્ધિક વિકાસ, કલાગુણોને નિખારવાના હેતુસર વિવિધ માધ્યમ દ્વારા તાલીમ આપી તેમને આત્મનિર્ભર અને સશક્ત બનાવવામાં આવશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY