સુરત,તા.૨૫
તક્ષશીલા બિલ્ડિંગમાં આગ લાગી હતી અને ત્યારે ત્યાં ધકધક સળગતા ક્લાસિસથી એક દીકરીએ પોતાના પિતાને ફોન કર્યો હતો અને તેમના વચ્ચે થયેલી વાતચીત ભાવુક હતી.
મૃતક ૧૬ વર્ષીય ક્રિષ્ના અને તેના પપ્પા વચ્ચે થયેલી જિંદગીની આ છેલ્લી વાતચીત હતી. પપ્પા અમારે ત્યાં તક્ષશીલા બિલ્ડિંગમાં આગ લાગી છે અવે આ આગ અમારા ક્લાસિસ સુધી પહોંચી ગઇ છે. પપ્પા સૌથી પહેલા અમારા ક્લાસિસનો દાદરો જ બળીને ખાખ થઈ ગયો છે, કારણ કે અમારા ક્લાસિસનો દાદરો લાકડાનો હતો. પપ્પા બધા લોકો બારીમાંથી કૂદીને નીચે જવાનો પ્રયત્ન કરી રહ્યા છે, હું પણ બારીમાંથી કુદવા જાઉં છું, જીવ બચાવવાની કોશિશ કરીશ પપ્પા.
દિકરીના આ ફોન બાદ તક્ષશીલા બિલ્ડીંગની પાછળ જ આવેલી રાધાકૃષ્ણ સોસાયટીમાં રહેતી ક્રિષ્નાના પિતા ઘટના સ્થળે પહોંચી ગયા હતાં, ત્યારે તેમને ખબર પડી કે ઇજાગ્રસ્ત બાળકોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે. પરંતુ હાંફળા ફાફળા થયેલા ક્રિષ્નાના પિતાને કંઈ સમજાયું નહીં કે કઈ હોસ્પિટલે જવું અને કોને શું પૂછવું. જેથી પિતાએ ફરીવાર દિકરીને ફોન લગાડ્યો. જા કે આ વખતે તેમની લાડલી ફોન ઉપાડવા માટે આ દુનિયામાં જ રહી નહોતી અને થોડી ક્ષણોમાં જ તેમના જીવનમાં એક ખાલીપો આવી ગયો હતો.
બાદમાં દિકરીને લગાવેલો ફોન કોઈ બીજા ભાઈએ ઉપાડ્યો અને સુરેશભાઈ વેકડિયાએ થરથર કાંપતા પૂછ્યું હું મારી દિકરી ક્રિષ્ના વેકડિયાને શોધું છું. ત્યારે સામેથી ફોન ઉપાડનારા એ ભાઈએ કહ્યું, તમે પહેલા સ્મિમેર હોસ્પિટલમાં આવી જાવ, અત્યારે હું ત્યાં છું અને અહીં તક્ષશીલામાંથી આગમાં બળી ગયેલી તમામ બોડી આવી છે એ બોડી પાસેથી જ મને આ ફોન મળ્યો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




