સુરત અગ્નિકાંડ મુદ્દે મુખ્યમંત્રી,મેયર રાજીનામું આપેઃ હાર્દિક પટેલ

0
15

સ્થાનિકો ધરણા પર બેસતા પોલીસ-લોકો વચ્ચે ઘર્ષણ
હાર્દિકને તમાચો મારવાનો પ્રયાસ કરનાર બેને પોલીસ ઉઠાવી ગઈ
સુરત,તા.૨૬
સરથાણા વિસ્તારમાં સર્જાયેલા તક્ષશિલા અગ્નિકાંડમાં ૨૨નો મોતના પગલે લોક આક્રોશ ફાટી નીકળ્યો છે. અને તક્ષશિલા આર્કેડ સામે ધરણા પર બેસી વિરોધ નોંધાવી રહ્યા છે. દરમિયાન કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને પાલિકા, ફાયર વિભાગ, જીઈબી પર આક્ષેપો કર્યા હતા. અને મેયર સહિત જવાબદાર અધિકારીઓના રાજીનામાની માંગ કરી હતી. દરમિયાન ધરણા પર બેસેલા સ્થાનિકોને મળવા જતા હાર્દિક પટેલને તમાચો મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશિલા આક્રેડમાં આગના પગલે ૨૨ જેટલા નિર્દોષનો ભોગ લેવાયો છે. જેના પગલે લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. છેલ્લા બે દિવસથી લોકો વિરોધ કરી રહ્યા છે. ત્યારે આજે સ્થાનિક લોકો તક્ષશિલા આક્રેડની સામે ધરણા પર બેસી વિરોધ કર્યો હતો. અને આ ઘટના સંબંધિત વિભાગના જવાબદાર અધિકારીઓના રાજીનામાની માંગ કરી હતી. જેને લઈને લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. ત્યારબાદ પોલીસ દ્વારા લોકોને સમજાવવાના પ્રયાસ કર્યા હતા.
લોકોના વિરોધ વચ્ચે કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ ઘટના સ્થળે પહોંચ્યા હતા. હાર્દિક આવવાનો હોવાની જાણ થતા મોટી સંખ્યામાં લોકો એકઠાં થઈ ગયા હતા. હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, સરકાર બાળકોના પરિવારને ન્યાય આપશે પરંતુ અત્યાર સુધી કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી. જેથી આ ઘટનામાં મેયર સહિતના જવાબદાર અધિકારીઓના રાજીનામાંની માંગ કરવામાં આવશે. અને આ માંગ નહીં સ્વિકારવામાં આવશે તો ધરણા પર બેસવામાં આવશે. બે દિવસ ન આવ્યો તો કહ્યું કે, ફરક્યો નહી. અને આજે આવ્યો છું તો રાજનિતી કહે છે. સુરતમાં આટલી મોટી ઘટના બને તો શરમ આવવી જોઈએ અને રાજીનામુ મૂકી દેવું જોઈએ.
હાર્દિકને તમાચો મારવાનો પ્રયાસ
હાર્દિક ઘટના સ્થળે પહોંચ્યા બાદ ધરણા કરી રહેલા લોકોને મળવા ગયો હતો. દરમિયાન લોકોએ તેને ઘેરી લીધો હતો. જેમાંથી બે યુવકો દ્વારા હાર્દિકને તમાચો મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અને અન્ય લોકોએ વિરોધ કરી રહેલા લોકોને ખસેડ્યા હતા. હાર્દિકને કાર સુધી પહોંચાડ્યો હતો. ત્યારબાદ હાર્દિક પટેલ ઘટના સ્થળેથી રવાના થઈ ગયો હતો. દરમિયાન પોલીસ હાર્દિક પટેલને તમાચો મારવાનો પ્રયાસ કરનાર ચંદ્રેશ કાકડિયા સહિત બેને ઉઠાવી ગઈ હતી. અને ઘટના સ્થળે પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY