પ્રેમલગ્ન કરતા યુવતીને પરિવારજનો બળજબરીપૂર્વક સાસરેથી ઉઠાવી ગયા

0
7

સુરત, તા. ૨૭
પ્રેમલગ્ન કરનાર યુવતીને પિયર પક્ષના માણસો આવીને બળબજરીથી ગાડીમાં બેસાડી લઈ ગયાની ફરિયાદ સરથાણા પોલીસ સ્ટેશને નોંધાઈ હતી.
સરથાણા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ફરિયાદીના દીકરાએ પ્રેમલગ્ન કર્યા તા. જેથી ગત તા. ૨૬/૫/૧૯ના રોજ ફરિયાદીની પુત્રવધૂના પરિવારના રાજુ મોહન ગાંગાણી, મયુર મોહન ગાંગાણી, રમીલાબેન, તથા પંદરેક માણસો ફરિયાદીના ઘરે આવ્યા હતા અને ફરિયાદીની પુત્રવધૂને બળજબરીથી ગાડીમાં બેસાડી દીધી હતી. તેમજ વિરોધ કરનાર ફરિયાદીનો મોબાઈલ ફોન ઝૂંટવી નાસી ગયા હતા. સરથાણા પોલીસે ફરિયાદ નોંધી પોસઈ જે.ક. બારીયાએ તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY