મેયર સહિતના જવાબદારો રાજીનામુ આપે તેવી હાર્દિકની માગ
સુરત, તા. ૨૭
સરથાણા વિસ્તારમાં તક્ષશિલા અગ્નિકાંડમાં ૨૨ના મોતના પગલે લોકોમાં આક્રોશ છે. દરમિયન કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે દ્વારા ઉપવાસની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. અને મેયર જગદીશ પટેલ સહિતના જવાબદારોને રાજીનામુ ગઈકાલે ૧૨ કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. જોકે, કોઈ કાર્યવાહી ન કરવામાં આવી હોવાનો આક્ષેપ કરી હાર્દિક પટેલ આજે સવારે ઉપવાસ પર ઉતરવાનો હતો. દરમિયાન હાર્દિક સુરતમાં એન્ટ્રી કરતાની સાથે સરથાણા ખાતે પોલીસ ઘેરી લેવામાં આવ્યો હતો. અને સરથાણા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.સરથાણા તક્ષશિલા આર્કેડ અગ્નિકાંડ સંદર્ભે ગઈકાલે રવિવારે પાસ કન્વીનર તેમજ જ કોંગ્રેસ યુવા નેતા હાર્દિક પટેલે ઘટનાના ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો. જોકે, થોડીક ક્ષણોમાં જ કેટલાક પાટીદાર કાર્યકરોએ પણ ત્યાં પહોંચી જઈ હાર્દિકનો વિરોધ શરૂ કર્યો હતો.
આજે હાર્દિક પટલે સોશિયલ મીડિયમાં જણાવ્યું હતું કે, સરકારને ૧૨ કલાકનો સમય આપ્યો હતો કે, સુરતની આગની ઘટનાના દોષિત અધિકારીઓ પર કાર્યવાહી કરવામાં નહીં આવે તો સુરતમાં ઉપવાસ પર ઉતરશે. જોકે, ૧૨ કલાક થઈ જવા થતા પણ કોઈ વ્યક્તિ પર કાર્યવાહી થઈ નથી. ૧૨ કલાક પહેલાં સુરત તંત્ર પાસે ઉપવાસની મંજૂરી માંગી હતી. પણ અમારી મંજૂરી કેન્સલ કરી લેવામાં આવી છે. સરકાર આગની ઘટનામાં દોષિત વ્યક્તિઓ પર અત્યાર સુધી કોઈ કાર્યવાહી કરી નથી. મારું માનવું છે કે, સરકાર આગની ઘટનામાં દોષિત વ્યક્તિઓને બચાવવાનો પ્રયાસ કરી રહી છે. ગાંધીના ગુજરાતમાં ૨૨ માસૂમોના હત્યારો બચી જશે?
હાર્દિક પટેલ ગત રોજથી સુરતમાં છે. પહેલાં સરથાણા ખાતે આગના ઘટના સ્થળની મુલાકત લીધી હતી. ત્યારબાદ આગની ઘટનાના ઈજાગ્રસ્તોની મુલાકાતે ગયો હતો. ત્યારબાદ એક વિરોધ રેલીમાં પણ જોડાયો હતો. આજે પાસ નેતા અલ્પેશ કથીરિયાના ઘરે જવા નીકળ્યો હતો. જેથી અલ્પેશના ઘર નજીક પોલીસની બે ગાડીઓ ગોઠવી દેવામાં આવી હતી. દરમિયાન હાર્દિકની સરથાણા ખાતે અટકાયત કરી લેવામાં આવતા અલ્પેશના ઘર નજીકથી પોલીસ બંદોબસ્ત હટાવી લેવામાં આવ્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



