સુરત, તા. ૨૭
વેડછા ગામમાં આવેલ ખેતીનીજમીન સંદર્ભે જમીન માલિકની બોગસ સહી કરનારા ચાર જણાં વિરુદ્ધ જમીન માલિકના ભાઈના દીકરા સામે પૂણા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.
પૂણા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સરથાણા જકાતનાકા એટીટેક બિલ્ડિંગમા઼ રહેલા પ્રકાશ ધીરૂભાઈ સોરઠીયાએ આરોપી કચરા વાળા સોરઠીયા (રહે. અમરોલી), રામજી મોહન સાવજ (રહે. વરાછા) રણછોડ માધાભાઈ (રહે. વરાછા) બટુક છગન દેસાઈ (અમરેલી) વિરુદ્ધ ફરિયાદ નોંધાતી હતી. ફરિયાદના જણાવ્યા મુજબ વેડછાગામમાં આવેલ ફરિયાદીના મોટા બાપાની માલિકીની જમીન સંદર્ભે આરોપીઓએ ૧૩૫-ડીની નોટિસમાં ખોટી સહી કરી વિશ્વાસઘાત-છેતરપિંડી કરી હતી. બનાવ સંદર્ભે પૂણા પોલીસે તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



