સુરત, તા.૨૭
નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન કવાસની ટીમે ગત તા.૨૫મી મે ૨૦૧૯ના રોજ કામ શરૂ કરતાં પહેલાં મહાપ્રબંધક (કવાસ)ની આગેવાનીમાં બે મિનિટનું મૌન રાખી સુરતમાં લાગેલી ભીષણ આગમાં મૃત્યુ પામેલ વિદ્યાર્થીઓને શ્રદ્ધાંજલિ અર્પી મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી દુઃખી પરિવારોની સાથે એકજૂથતા દર્શાવી હતી. અહેવાલો મળ્યા છે કે ૨૪મી મે ૨૦૧૯ના રોજ સુરતના સરથાણા સ્થિત તક્ષશિલા કોમ્પ્લેક્ષમાં ફાટી નીકળેલી ભીષણ આગમાં ૨૦ વિદ્યાર્થીઓના મોત નીપજ્યા હતા અને કેટલાક ઈજા પામ્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




