રાજપીપળામાં કથાકાર જીગ્નેશ દાદાની શ્રીમદ ભાગવત મોક્ષગાથાનો પ્રારંભ : મોટી સંખ્યા ભક્તો ઉમટ્યા

0
8

રાજપીપળા સ્ટેશન રોડ થી જાહેર માર્ગ પર પોથીયાત્રા ફરી : જીગ્નેશ દાદાને જોવા ભક્તોની ભીડ 

રાજપીપળા : રાજપીપળામાં કથાકાર જીગ્નેશ દાદાની શ્રીમદ ભાગવત મોક્ષગાથાનો પ્રારંભ થયો છે. આ મોક્ષગાથા 1 જૂન સુધી ચાલશે પ્રથમ દિવસે રાજપીપળા સ્ટેશન રોડ થી જાહેર માર્ગ પર પોથીયાત્રા ફરી હતી અને ઠેર ઠેર પોથી યાત્રાનું સ્વાગત કર્યું હતું.

રાજપીપળાના જીન કમ્પાઉન્ડમાં વીશાળ મંડપમાં કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજપીપળાના કિરીટ પાદરિયા તથા તેમના પરિવાર અને વિવિધ વેપારી મંડળ,સહિત આગેવાનોના સહકાર થી આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. કથા બપોરે 3 થી 6 દરમિયાન હોય મોટી સંખ્યામાં ભક્તોને જીગ્નેશ દાદા કથાનું રસપાન કરાવી રહ્યા છે. આ કથાના પ્રારંભ પ્રસંગે ચાંદોદના કથાકાર નયનભાઈ જોશી, તિલકવાડાના કથાકાર વિરંચીપ્રસાદ શાસ્ત્રી સહિતના કથાકારો, નર્મદા સુગર ચેરમેન ઘનશ્યામ પટેલ, તેજસ ગાંધી સહીતના આગેવાનો હાજર રહ્યા હતા. કથાકાર નયનભાઈ જોષી ને જીગ્નેશ દાદાએ તિલક કરી સન્માન કર્યું હતું.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY