ટ્રાન્સપોર્ટમાં મોકલાયેલો માલ બજારમાં વેચી મરાયો
સુરત, તા.૨૭
પુણા પોલીસ મથકની હદમાં આવેલા એક વેપારીના કાપડના પાર્સલો પટેલ ટ્રાન્સપોર્ટ સમયસર નહીં પહોંચાડી માલ સગેવગે કરી નાંખી ૩.૧૦ લાખનો વિશ્વાસઘાત કરી બે આરોપીઓ ફરાર થઈ ગયા હોવાનો બનાવ પુણા પોલીસ મથકમાં નોંધાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કામરેજ ચાર રસ્તા સહકાર નગર સોસાયટીમાં હરેશભાઈ રમણીકભાઈ ઝાલાવાડીયા રહે છે. તેમણે કાપડના ૮ નંગ પાર્સલો કિંમત રૂ.૩.૧૦ લાખની કિંમતના પટેલ ટ્રાન્સપોર્ટના હનુમંતલાલ ઉર્ફે સોનું તિલકચંદ શુકલા અને જાગેન્દ્ર મિશ્રા મારફતે ભાઠેના ભરતનગર ખાતે મોકલ્યા હતા. પરંતુ સમયસર આ પાર્સલો નહીં પહોંચાડી માલ સગેવગે કરી બજારમાં સસ્તા ભાવે વેચી દઈ વિશ્વાસઘાત કરી ફરાર થઈ ગયા હતા. પુણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વિશ્વાસઘાતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



