વેડરોડ પર ચાની લારી ચલાવતા આધેડ વ્યક્તિને ચપ્પુ મારી દેવાયું

0
76

ખૂની હુમલામાં ઈજાગ્રસ્તની હાલત ગંભીર
સુરત, તા.૨૭
વેડરોડ ચામુંડા ટી સેન્ટર પાસે નજીવા કારણોસર ઝઘડો કરી ઉશ્કેરાઈ જઈ તિક્ષ્ણ હથિયાર વડે અજાણ્યા ઈસમે ચાની લારીવાળા પર હુમલો કરી આંતરડા બહાર કાઢી ફરાર થઈ ગયો હોવાનો બનાવ ચોકબજાર પોલીસ મથકમાં નોîધાયો હતો. પોલીસે આઈપીસી ૩૦૭ મુજબનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ચોકબજાર વેડરોડ ત્રિલોક સોસાયટીમાં ધરમવીર કુસ્વાહા રહે છે. ૪૦ વર્ષનો આ યુવક ચાની લારી ચલાવે છે. ગતરોજ રાત્રિના સુમારે વેડરોડ ચામુંડા ટી સેન્ટર પાસે અજાણ્યા ઈસમે તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી પેટના ભાગે માર મારી આંતરડા બહાર કાઢી ફરાર થઈ ગયો હતો. ઈજાગ્રસ્ત ચાની લારીવાળાને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેણે ચોકબજાર પોલીસ મથકમાં ફરિયાદ નોîધાવતા પોલીસે આઈપીસી ૩૦૭ મુજબનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY