કેન્સલ કરેલા ચેકમાં ચેડા કરી બેંકમાં વટાવવાનો પ્રયાસ

0
30

ચીટિંગ કરવાની કોશિશ કરાતા પોલીસ ફરિયાદ
સુરત, તા.૨૭
મજૂરાગેટ કૈલાશનગર ખાતે એક વેપારી દ્વારા કેન્સલ ચેકમાં ૪૦ હજાર રૂપિયા લખી નાણાં ઉપાડવાની કોશિશ કરી હોવાનો બનાવ અઠવા પોલીસ મથકમાં નોંધાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પીપલોદ ક્રિષ્ણધામ સોસાયટી ખાતે દિવ્યેશભાઈ સતીષભાઈ ઠક્કર રહે છે. તેમણે મહેન્દ્ર ક્લબ એમ્પ્લોઈઝ કાર્ડ બતાવી વર્ષ દરમ્યાન સાત દિવસનું રિસોર્ટ ફ્રી હોવાનું જયકુમાર દુધાતે જણાવ્યું હતું. આ રિસોર્ટ ફ્રી કાર્ડનો તેમણે ત્રણ દિવસનો ઉપયોગ કર્યો હતો. બાકીના ૪ દિવસો માટે જયકુમારે એક એપ્લીકેશન ફોર્મ આપી સહી કરાવી એક બ્લેન્ક ચેક મંગાવી તેમા કેન્સલ લખાવ્યું હતું. ત્યારબાદ તેમાં રૂ.૪૦ હજાર લખી બેંકમાં વટાવવાની કોશિશ કરી હતી. અઠવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY