સુરત,તા.૨૭
સુરતનાં વેસુ ભરથાણા રોડ પર એક નવનિર્મિત કોમ્પ્લેક્ષમાં દિવાલ તૂટી પડતા પાંચ જેટલા મજૂર દબાઈ ગયા હતા. જ્યારે એક મજૂરનું મોત નિપજ્યું છે. ઘટનાની જાણ બાદ ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો. દિવાલ નીચે ફસાયેલા બે મજૂરને બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા.
એટલાન્ટા એલિઝા નામના કોમ્પ્લેક્ષના બેઝમેન્ટમાં ૧૫થી ૧૬ મજૂરો કામ કરતા હતા. માટીની કાચી દિવાસ પડતા ૮થી ૧૦ મજૂર ભાગીને બહાર નીકળી ગયા હતા. જાકે, પાંચ જેટલા મજૂરો પર માટીની દીવાલનો ભાગ પડ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, આ તમામ મજૂરો બિહારના છે અને ૧૯ દિવસથી અહિંયા કામ કરતા હતા. જે પૈકી ગુટલી શભૂલા શર્મા (ઉ.વ.૩૯), ઉમા ટુકુઈ શર્મા (ઉ.વ.૩૦) માટીમાંથી ફાયરના જવાનો દ્વારા બહાર કાઢી ૧૦૮માં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જે પૈકી ઉમા શર્માને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





