કોસાડી ગામમાં દરોડા પાડી પોલીસે ગૌમાંસ ઝડપી પાડ્યું

0
6

ત્રણ છરા પણ પોલીસે કબજે કર્યા
સુરત, તા.૨૮
માંગરોળ કોસાડી ગામ ખાતે ૬૦ કિલો ગૌમાંસ તથા ત્રણ લોખંડના છરા અને ગાયને કતલ કરવા માટેનું લાકડાનું પાટીયું પોલીસે કબજે કર્યુ હતું. પોલીસની રેડ જોઈને ભાગી જતા એક આરોપીને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર માંગરોળ તાલુકાના મદની નગર ખાતે ફારૂક હાસીમ મળજી રહે છે. ગતરોજ કોસાડી ગામ બેતાલીસ ગાળા પાસે ગૌમાંસ વેચાઈ રહ્નાં હોવાની બાતમીના આધારે માંગરોળ પોલીસે દરોડા પાડી ૬૦ કિલો ગૌમાંસ ત્રણ લોખંડના છરા અને ગાયને કતલ કરવા માટેનું લોખંડનું પાટીયું કબજે કર્યુ હતું. પોલીસની રેડ જોઈને ફારૂક હાસીમï ફરાર થઈ જતા તેને માંગરોળ પોલીસે વોન્ટેડ જાહેર કર્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY