સુરત, તા.૨૮
સુરતના સરથાણા વિસ્તારના તક્ષશિલા કોમ્પ્લેક્ષમાં બનેલ આગની દુઃખદ ઘટનાના વિરોધમાં સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ગતરોજ (૨૭/૫/૧૯) સાંજે ૫-વાગે ધરણાંનો કાર્યક્રમ નેચરલ પાર્ક,સરથાણા ખાતે રાખવામાં આવેલ હતો પરંતુ પોલીસ દ્વારા તમામ કોંગ્રેસી કાર્યકર્તા અટકાયત કરી ઉધના પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવ્યા છે પોલીસ દ્વારા સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ
બાબુભાઇ રાયકા, પાલિકાના વિપક્ષી નેતા, પ્રફુલભાઈ તોગડિયા, ઉપપ્રમુખ શંભુભાઈ પ્રજાપતિ, માજી પ્રમુખ હસમુખભાઈ દેસાઈ , સુરત મહાનગર પાલિકાના કોર્પોરેટર અશોકભાઈ જીરાવાલા , જ્યોતિબેન સોજીત્રા, હંસાબેન સાંગાણી, દક્ષાબેન ભુવા, દિનેશભાઈ કાછડીયા, શૈલેષ રાયકા,વિજય ભાઈ પાનસુરીયા,નરેશ જીયાની,ભારતીબેન પટેલ, બટુકભાઈ ધડુક,ધીરુભાઈ વઘાસિયા,કિશોરભાઈ ચોખડિયા, ભરત યાદવ, મનસુખ લીમાસિયા, કરશનભાઈ સાંગાણી, ફુલચંદ યાદવ, રાઘવજી ગાયકવાડ , ભરતભાઈ રબારી , કનુ આહીર, પ્રવક્તા કિરણભાઈ રાયકા સહિતના કાર્યકરો તથા અગ્રણીઓની અટકાયત કરવામાં આવી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



