સુરતમાં થર્ટીફર્સ્ટની રાત્રિએ દારૂ પીધેલા ૭૭ની ધરપકડ

0
15

સુરત, તા.૧
થર્ટીફર્સ્ટના દિવસ દરમિયાન સુરત પોલીસે પ્રોહિબિશન એકટ અન્વયે ૭૮ કેસો કર્યા હતા. જેમાં દેશી દારૂના ૪૯ કેસો હતા પોલીસે ૨૬૯ દેશી દારૂ, ૪૯૦ લીટર રસાયણ, ૯ લીટર તાડી કબજે કરી હતી. જ્યારે ભારતીય બનાવટના વિદેશી દારૂના ૬ કેસોમાં રૂ. ૨૯૦૮૦ના દારૂ સાથે કુલ્લે રૂ. ૩૫,૫૩૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમજ ૨૩ પીધેલા સહિત ૭૭ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરાઈ હતી.
સુરત શહેર પોલીસે ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન પ્રોહિબિશન અંગે કુલ ૭૮ કેસો નોધી ૭૭ જેટલા આરોપીઓની ધરપકડ કરી હતી અને ગઈકાલે થર્ટીફર્સ્ટની ઉજવણી દરમિયાન પોલીસે ઝડપી પાડેલા દારૂડિયાઓની વિગતો આજે સવારે પ્રાપ્ત થઈ શકી નથી તેથી સુરતમાં ગઈકાલે મોટી સંખ્યામાં દારૂડિયાઓને પોલીસે ઝડપી પાડયા હોવાની પ્રબળ શક્યતા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY