સ્ટેચ્યુ પર બે દિવસથી હેલીકોપ્ટર સેવા બંધ રહેતા પ્રવાસીઓમાં નારાજગી. 

0
13

અત્યાર સુધી 1200 જેટલા પ્રવાસીઓએ હેલીકોપ્ટર સેવાનો લાભ લીધો : 34.5 લાખની આવક,નવવર્ષના પ્રથમ દિવસે 15000 પ્રવાસીઓએ સ્ટેચ્યુની મુલાકાત લીધી 

રાજપીપળા : 31મી ઓક્ટોબરે સ્ટેચ્યુની રજા બાદ 1 લી જાન્યુઆરી વર્ષના પ્રથમ દિવસે સ્ટેચ્યુ જોવા 15000 જેટલા પ્રવાસીઓ આવ્યા અને મોઝ માણી પરંતુ બીજીબાજુ કેવડીયા ખાતે રવિવારે સ્ટેચ્યુના હેલિપેડ પરથી હેલીકોપ્ટર ઉડાનની પરમીશન ન મળતા હેલીકોપ્ટર રાઈડ બંધ રહેતા રવિવારે પ્રવાસીઓ અટવાયા હતા, સવારે ૧૦.૩૦ વાગે પહેલી ટ્રીપ ઉપડવાની હતી પણ સીવીલ એવીએશન તરફથી હેલીકોપ્ટર ઉડાડવાની પરમીશન મળી ન હતી તેને કારણે રાઈડ જઈ શકી ન હતી ત્યારે કદાચ બપોર સુધી ચાલુ થશે તેમ જણાવવા છતા પરમીશન ન મળતા રાઈડ બંધ રહી હતી. અને ટીકીટ વેચાણ પણ બંધ રખાયુ હતુ જોકે સોમવારે પણ હેલીકોપ્ટર રાઈડ બંધ રહી હોય સતત બે દીવસ હેલીકોપ્ટર સેવા બંધ રહેતા પ્રવાસીઓમાં નીરાશા જોવા મળી હતી. અત્યાર સુધીમાં ૧૨૦૦ જેટલા પ્રવાસીઓએ હેલીકોપ્ટર સેવાનો લાભ લીધો હતો. જોકે પ્રવાસીઓની માંગને ધ્યાને લઈને વધુ એક હેલીકોપ્ટર મુકવામાં આવતા બે હેલીકોપ્ટર શરૂ થયા છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY