પીડિતાને બે માસનો ગર્ભ રહી ગયો
સુરત, તા. ૨૮
મહુવા તાલુકાના આંગલધારા ગામ ખાતે એક શ્રમજીવીપરિવારની સગીરા સાથે બળાત્કાર ગુજારી બે માસની સગર્ભા બનાવી આરોપી ફરાર થઈ ગયો હોવાનો બનાવ મહુવા પોલીસ મથકે નોંધાયો હતો. પોલીસે બળાત્કારનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મહુવા તાલુકાના આંગલધારા નગામ ખાતે સુનીલભાઈ હરકીશનભાઈ નાયકા રહે છે. આ ગામમાં રહેતા એક શ્રમજીવી પરિવારની સગીર પુત્રીને લગ્ન કરવાની લાલચ આપી છેલ્લા સાત મહિનાથી તેની મરજી વિરદ્ધ બળાત્કાર ગુજારતો હતો અને શરીર સુખ માણતા સગીરાને બે મહિનાનો ગર્ભ રહી જતો ગયો હતો અને ત્યારબાદ સગીરાને લગ્ન કરવાની ના પાડતા સગીરાએ આરોપી વિરુદ્ધ મહુવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સગીરાનું મેડિકલ પરિક્ષણ કરાવી આરોપી સામે બળાત્કારનો ગુનો દાખલ કર્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





