સરથાણાના તક્ષશિલા અગ્નિકાંડ બાદ શાળા અને ટયુશન કલાસીસોમાં ડીમોલિશનની કામગીરી યથાવત

0
8

સુરતમાં ૬૯ શૈક્ષણિક સંસ્થાઓમાં ગેરકાયદે સ્ટ્રક્ચરો તોડાયા
સુરત, તા.૨૮
સરથાણા સ્થિત તક્ષશિલા આર્કેડમાં ભીષણ આગના પગલે ૨૨ બાળકોના મોત માટે ગેરકાયદે ડોમ સ્ટ્રક્ચર જવાબદાર હોવાનુ઼ જણાતા રાજ્ય સરકારે તમામ પાલિકાઓને ડોમ પ્રકારના સ્ટ્રક્ચરો તોડી પાડવા આદેશ આપતા આજે સતત ત્રીજા દિવસે પાલિકાની કામગીરી ચાલી રહી છે.
સુરત મહાનગરપાલિકાના કમિશનરની સૂચનાથી શહેરના તમામ ૮ ઝોનમાં આજે સતત ત્રીજા દિવસે ૩૧ ટીમો દ્વારા ૬૯ સ્થળો પર શૈક્ષણિક સંસ્થાઓ, ટયુશન કલાસીસ, શોપિંગ કોમ્પ્લેક્ષ, કોમર્શિયલ બિલ્ડિંગના ત્રીજા ચોથા માળે ગેરકાયદે બનાવેલ ડોમ સ્ટ્રકચર તોડી પાડવા માટેની કામગીરી ચાલી રહી છે. દરેક ઝોનમાંથી ચાર – પાંચ ટીમો બનાવીને સ્કૂલો ટયુશનકલાસીસો દ્વારા અગાસીને કવર કરીને બનાવવામાં આવેલ ડોમનું ડીમોલિશન ચાલી રહ્નાં છે.
ઉધના ઝોન દ્વારા પાંડેસરા પીયૂષ પોઈન્ટ પાસે વિષ્ણુ નગર નજીક આવેલા વેદાસ ઈન્ટરનેશનલ સ્કૂલના ત્રીજા માળે ગેરકાયદે બાંધકામ તોડી પાડયુ. ઉધના બીઆરસી નજીક ડીએપી હિન્દી વિદ્યાલયમાં પરવાનગી વગરનો પ્રથમ માળ તોડી પાડવામાં આવ્યો. ઉધના અંબર કોલની પાસે શૈશવ ઈંગ્લિશ મીડિયમ સ્કૂલનો ચોથો માળ, ભેસ્તાન આશાનગર ખાતે આલ્ફા સ્કૂલનો પડેલો માળ, સાંઈ મોહન વિભાગ ૪માં સાંઈબાબા હિન્દી વિદ્યાલયમાં ત્રીજા માળ, ઉધના આશાનગર સ્થિત રાજસ્થાન વિદ્યાલયનો ચોથો માળ શ્રેયસ વિદ્યાલયમાં ત્રીજા માળ તેમજ જીવન વિકાસ સ્કૂલમાં ગેરકાયદે માળનું ઉધના ઝોન દ્વારા ડીમોલિશન હાથ ધરાયું છે.
રાંદેર ઝોન દ્વારા સરદાર કોમ્પલેક્ષ સરદાર બ્રિજના છેડે, સી.યુ. કલાસીસ પ્રાઈમ આર્કેડ સામે, ટેકરાવાળ સ્કૂલ આનંદ મહલ રોડ, શિવાનંદ-વિવેકાનંદ બિસ્માર મિલકતની સિલિંગ, એલ.પી. સવાણી સ્કૂલ અડાજણ, રીવર ડેલ એકેડમી, ગુરુïકૃપા સ્કૂલ જહાંગીરબાદ દેવઆશીષ સોસાયટીમાં ગેરકાયદે તથા ડોમ પ્રકારના બાંધકામનું ડીમોલીશન ચાલી રહ્નાં છે.
સેન્ટ્રલ ઝોન દ્વારા રચના એકેડેમીક, હેન્ડલુમ હાઉસ, સુંદરમ પેલેસ, હોટલ ફૂડ પ્લાઝા, ગોલ્ડન પોઈન્ટ ખાતે ગેરકાયદે બાંધકામ તથા ડોમ સ્ટ્રક્ચરનું ડિમોલીશન ચાલી રહ્નાં છે.
વરાછા ઝોન દ્વારા સંપૂર્ણ ટેકનો સ્કૂલ પુણા વિક્રમ નગર તેમજ ફાધર સન ઈંગ્લિશ સ્કૂલમાં ડોમ પ્રકારનું ગેરકાયદે બાંધકામ તોડી પાડવાની કામગીરી ચાલી રહી છે. આજે વિવિધ ૮ ઝોનમાં ૩૧ ટીમો બનાવીને ૬૯ સ્થળો ઉપર ડીમોલિશન તેમજ સ્ટ્રક્ચર ઉતારવાની કામગીરી ચાલી રહી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY