જુદા જુદા બે સંગઠનો સુરત કલેક્ટરને રજૂઆત કરી
સુરત, તા.૨૮
સરથાણાï તક્ષશીલા આર્કેડની આગ હોનારત સંદર્ભે ભારતીય વિદ્યાર્થી મોર્ચા અને વિદ્યાર્થી રક્ષા સમિતિએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી પીડિતોને ન્યાય અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવા માગ કરી હતી.
આવેદનપત્રમાં જણાવ્યા મુજબ તક્ષશિલા આર્કેડ, સરથાણા, સુરત સ્થિત એક ટયુશન કલાસિસમાં આગ લાગવાની ઘટનાથી અંદાજીત ૨૨ જેટલા વિદ્યાર્થીનું દુઃખદ મૃત્યુ થયેલ છે. જે અંતર્ગત અમો ભારતીય વિદ્યાર્થી મોર્ચા ગુજરાતના કાર્યકર્તા તમમ જિલ્લા, તમામ તાલુકા મથકે જઈ મૃતક વિદ્યાર્થીઓને શ્રદ્ધાંજલિ અર્પી આવેદનપત્ર પાઠવીએ છીએ જેમાં ઘટના સ્થળ (ટયુશન કલાસીસ)ની કાનૂની અને સરકારી ધોરણ મુજબ માન્યતા ધરાવતા હતા કે નહીં તેની તપાસ કરવામાં આવે, ટયુશન કલાસિસની પ્રિમાઈસિસમાં અગ્નિશામક ઉપકરણો હતા કે નહીં, હતા તો સુયોગ્ય પરિસ્થિતિમાં હતા કે નહીં તેની તપાસ કરાવવામાં આવે.
સંચાલકોને અને દોષિતોને જલદીï ધરપકડ કરી યોગ્ય કાનૂની સજ આપવામાં આવે તેવી માગ કરી છીએ. આ સમગ્ર ઘટનાની સીબીઆઈ તપાસ કરાવવામાંઆવે તવી માગ કરીએ છીઅ, સરકાર દ્વારા મૃતક બાળકના પરિવારને ૨૦ લાખ અને ઈજાગ્રસ્ત પરિવારને ૧૦ લાખની આર્થિક સહાય કરવામાં આવે. જીઈબીના વિભાગના શોર્ટ સર્કિટથી આગ લાગેલ હોય સત્ય હોય તો વિદ્યુત વિભાગની બેદરકારીની તપાસ કરાવવામાં આવે સહિતની માગ કરાઈ હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




