સુરત મહાનગરપાલિકાનો ટેકનિકલ આસિસ્ટન્ટ લાંચ સ્વીકારતા પકડાયો

0
8

જળકુંભી કાઢતા કોન્ટ્રાક્ટર પાસે ભીખુ પટેલે લાંચ માગી હતી
સુરત, તા.૨૮
સુરત મહાનગરપાલિકાના હાઈડ્રોલિક વિભાગ વિયર કમ કોઝવે ખાતે ટેકનિકલ આસિસ્ટન્ટ પદ તરીકે નોકરી કરતા એક કર્મચારી રૂ. ૫૭ હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ જતા એસીબીએ ભીખુ લલ્લુભાઈ પટેલની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
એસીબી સૂત્રોના જણાવ્યા અનુસાર સુરત મહાનગરપાલિકાના હાઈડ્રોલિક વિભાગ વીર-કમ કોઝવે ખાતે ભીખુ લલ્લુભાઈ પટેલે ટેકનિકલ આસિસ્ટન્ટ વર્ગ-૩માં નોકરી કરે છે. રાંદેર વીયર- કમ કોઝવે તાપી નદીમાંથી મશીનરી મારફતે જળકુંભી તથા લીલ બહાર કાઢી અન્યત્ર ખસેડવાની કામગીરી એક કોન્ટ્રાક્ટરને સોંપવામાં આવી હતી. આ કોન્ટ્રાક્ટર બિલમાં મશીનરીના કામના કલાકોમાં વધારો કરી આપી ફાયદો કરાવી અને તે મુજબના પેપર્સ બનાવી આપી અને બિલો બનાવ્યા બાદ ઉપરી અધિકારી પાસે મંજૂર થવા માટે મોકલી આપવા માટેના બદલામાં કોન્ટ્રાક્ટર પાસે રૂ. ૫૭ હજારની લાંચ માગી હતી જે લાંચની રકમ આપવાની કોન્ટ્રાક્ટરે ઈચ્છા નહીં બતાવી એસીબીમાં ફરિયાદ કરી હતી. એસીબીમાં પીઆઈ વનાર છટકુ ગોઠવી અડાજણ- પાલ ખાતે આપેલા મારવેલા બિઝનેસ હબ બનારસી પાસ સેન્ટર પાસેથી ભીખુ લલ્લુભાઈ પટેલ પાસેથી રૂ. ૫૭ હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ જતા તેની ધરપકડ કરી હતી. પોલીસે લાંચના રૂ. ૫૭ હજાર કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY