બોગીબીલ બ્રીજમાં એસ્સારે ૩૩ ટકા સ્ટીલ પુરૂ પાડ્યું
સુરત, તા.૧
ભારતનાં પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્ર મોદીએ ૨૫ ડિસેમ્બર ૨૦૧૮નાં રોજ બોગીબીલ પુલનું ઉદ્ઘાટન કર્યુ હતું. આ પુલ માટે કસ્ટમાઈઝ હાઈ ગ્રેડ હેવી પ્લેટની સૌથી મોટી સપ્લાયર કંપનીઓમાં એસ્સાર સ્ટીલ સામેલ છે. બોગીબીલ પુલ પૂર્વ ભારતને જાડે છે, જેથી આ વિસ્તારના વિકાસ માટે ઝડપી ટર્નએરાઉન્ડ પ્રદાન થશે અને વધારે તકો ઊભી થશે. આ પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં પાર્ટનર બનવા બદલ એસ્સાર સ્ટીલને ગર્વ છે. કંપનીએ પુલ માટે વિશિષ્ટ સ્ટીલ વિકસાવીને કેટલુંક પથપ્રદર્શક પ્રદાન કર્યું છે. જ્યારે સટીલ ટકાઉક્ષમતા અને મજબૂતી માટે બનાવવામાં આવ્યું હતું. ત્યારે બ્રીજ ધરતીકંપનું જોખમ ધરાવતાં ઝોનમાં છે એ હકીકતને ધ્યાનમાં રાખવામાં આવી હતી. કંપનીએ પ્રોજેક્ટ માટે જરૂરી આશરે ૩૩ ટકા સ્ટીલનો પુરવઠો પૂરો પાડ્યો છે.
એસ્સાર સ્ટીલનાં સેલ્સ એન્ડ માર્કેટિંગના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર વિક્રમ અમિને કહ્નાં હતું કે, દેશ માટે સૌથી લાંબો રેલ-કમ-રોડ પુલ બનાવવા આ પ્રકારનાં સીમાચિન્હરૂપ પ્રયાસમાં સામેલ થવું ગર્વની બાબત છે. એસ્સાર સ્ટીલ ગુણવત્તાયુક્ત અને કસ્ટમાઈઝ ખાસિયતો માટે પ્રસિદ્ધ છે એટલે અત્યારે દેશના ઘણાં મોટા માળખાગત પ્રોજેક્ટમાં સામેલ હોવાનો ગર્વ છે. મેક ઈન ઈન્ડિયા ઉત્પાદનો મારફતે રાષ્ટ્રનિર્માણમાં અમે સતત પ્રદાન કરતાં રહીશું એવી આશા છે. પોતાની અત્યાધુનિક સંશોધન સુવિધાઓ મારફતે એસ્સાર સ્ટીલ ગ્રાહક ઈચ્છે એ મુજબ શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત ઘણાં વિશિષ્ટ સ્ટીલ વિકસાવવામાં પથપ્રદર્શનનો ટ્રેક રેકોર્ડ ધરાવે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



