દક્ષિણ ગુજરાતમાં ઠંડીના પ્રમાણમાં વધારો નવસારીમાં આઠ અને વલસાડમાં દસ ડિગ્રી

0
7

સુરતમાં પણ શીતલહેર ફુંકાતા ગઈકાલ કરતા આજે વધુ નીચું ૧૩ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોધાયું
સુરત, તા.૧
સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ફરી ઉત્તર દિશાથી ઠંડો પવન ફૂંકાવાની સાથે ઠંડીનો ચમકારો અનુભવાયો છે. નવસારીમાં ૮ ડિગ્રી ન્યુનત્તમ તાપમાન સાથે ઠંડીથી લોકો ઠુઠવાયા હતા. દિવસ દરમિયાન પણ ઠંડીનો અનુભવ થયો હતો.ï
આજે શહેરનું અધિકત્તમ તાપમાન ૩૧.૨ ડિગ્રી અને ન્યુનત્તમ તાપમાન ૧૩ ડિગ્રી નોધાયું છે. હવામાં ભેજનું પ્રમાણ ૭૮ ટકા અને હવાનું દબાણ ૧૦૨૦ મીલીબાર નોîધાયું છે. શહેરમાં ઉત્તર દિશાથી કલાકના ૨ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્ના છે. ગત રોજની સરખામણીએ આજે શહેરમાં દોઢ ડિગ્રી તાપમાન ઘટતા શહેરીજનોને રાત્રે અને મળસ્કે ફુલગુલાબી ઠંડીનો અનુભવ થયો હતો. નવસારી હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે સવારે ન્યુનત્તમ તાપમાન ૮ ડિગ્રી નોધાયું છે જે ગતરોજ ૮.૫ ડિગ્રી નોîધાયું હતું. નવસારીમાં કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્ના છે. સતત બે દિવસથી ૮ ડિગ્રીની આસપાસ ઠંડી નોîધાતા દિવસે પણ ઠંડીનો અનુભવાઈ રહી છે. વલસાડ હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે ન્યુનત્તમ તાપમાન ૧૦.૫ ડિગ્રી નોધાયુ છે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ઠંડીની મોજુ યથાવત રહ્નાં છે. આગામી બે દિવસ ત્રણ સુધી ઠંડી યથાવત રહે તેવી શક્યતા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY