ટ્યુશન ક્લાસીસો ફાયર સેફ્ટીથી સજ્જ કરવા સુરત એકેડેમીક એસો.ની તૈયારી

0
23

સુરત એકેડેમીક એસો.ની સામાન્ય સભામાં મૃતક વિદ્યાર્થીઓને અશ્રુભિની શ્રદ્ધાંજલી
સુરત, તા.૨૯
તા.૨૪મી ૨૦૧૯ને શુક્રવારના રોજ સુરત શહેરના સરથાણા વિસ્તારમાં આવેલ તક્ષશિલા આર્કેડમાં ભયાનક આગ ફાટી નીકળતા ૨૨ માસુમોની જીંદગી છીનવાઈ ગઈ હતી. સુરત એકેડેમિક એસોસિએશન તા.૨૮-૫-૨૦૧૯ના રોજ ફ્રેન્ડ્સ ક્લાસીસ રાજ વિક્ટોરિયા, પાલ મુકામે એક અસાધારણ સામાન્ય સભાનું આયોજન કર્યુ હતું. જેમાં મૃતક બાળકોને અશ્રુભીની શ્રદ્ધાંજલી આપી હતી. આ સભામાં સુરત એકેડેમિક એસોસિએશનના તમામ હોદ્દેદારો અને સભ્યો ઉપસ્થિત રહ્ના હતા. મૃત બાળકોને શ્રદ્ધાંજલી આપતા તમામ ઉપસ્થિતોની આંખો ભીની થઈ ગઈ હતી.
આ દુર્ઘટના બાદ ઊભી થયેલ પરિસ્થિતિ અંગે ગંભીરપણે ચર્ચા વિચારણા થઈ હતી. ઉપસ્થિત સૌ કોઈએ દુર્ઘટના બાદ સરકાર દ્વારા લેવાયેલ કડક પગલાંને એક અવાજે આવકાર્યો. સર્વેના મનમાં ફક્ત અને ફક્ત બાળકોની સલામતીની જ ચિંતા હતી. હવે પછી સુરત શહેરમાં કોચિંગ ક્લાસમાં ભણતો એકપણ બાળક અપમૃત્યુને ન ભેટે તે માટે જરૂરી તમામ પગલાં તાત્કાલિક ધોરણે ભરવા માટે કટીબદ્ધ થયા હતા.
ફાયર સેફ્ટીના નિયમ અનુસાર જે તે ટ્યુશન ક્લાસીસની ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ફાયર સેફ્ટી માટે જે કંઈ સવલતો ઊભી કરવી પડે તે કરવા માટે તૈયારી બતાવી હતી. વધુમાં ઉપસ્થિત સર્વે સભ્યમિત્રોએ એક અવાજે કહ્નાં હતું કે અમારે ત્યાં ભણવા આવતા તમામ બાળકોની સલામતીની નૈતિક જવાબદારી અમારી છે અને એમાં જરાયે પાછીપાની કરીશું નહીં.
ફાયર સેફ્ટીની સંપૂર્મ વ્યવસ્થા ઊભી કરવા જે કંઈ ખર્ચ કરવો પડે તેની તૈયારી સુરત એકેડેમિક એસોસિએસનના સભ્યોએ બતાવી હતી.
આ સભામાં સુરત મહાનગરપાલિકાના સીનિયર ફાયર ઓફિસર જગદીશભાઈ પટેલ પોતે ઉપસ્થિત રહી કોચિંગ ક્લાસીસમાં ફાયર સેફ્ટી અંગેનું વિગતવાર માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. સુરત શહેરના તમામ કોચિંગ ક્લાસીસ ફાયર સેફ્ટીની સંપૂર્ણ વ્યવસ્થા સાથે વહેલામાં વહેલી તકે શરૂ થઈ શકે તે માટે સક્ષમ સત્તાધિશોની મંજૂરી મેળવવા માટેનાં સઘન પ્રયત્નો ચાલુ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY