જેરુસલેમ,તા.૫
ગાઝાથી હમાસ આતંકીઓએ શનિવારે રાત્રે ઇઝરાયેલ પર ૨૦૦ રોકેટ વડે હુમલો કર્યો. જવાબી કાર્યવાહીમાં ઇઝરાયેલે હમાસના ૧૨૦ ઠેકાણાંઓને નિશાન બનાવ્યાં. ઇઝરાયેલની કાર્યવાહીમાં એક ગર્ભવતી અને તેની ૧૪ માસની દીકરી સહિત ૪ લોકોનાં મોત થયા છે. ગાઝા તરફથી કરવામાં આવેલા હુમલા બાદ ઇઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે તણાવ વધવાની આશંકા છે.
ઇઝરાયેલી સેનાના જણાવ્યા મુજબ- અમારી ટેન્ક અને વિમાનોએ જવાબી કાર્યવાહી કરતાં આતંકીઓના ઠેકાણાંઓને નિશાન બનાવ્યાં. સેનાના પ્રવક્તા જોનાથન ફોનરિક્સ મુજબ- ઈસ્લામિક જેહાદી સંગઠનના એક સુરંગને પણ નિશાન બનાવવામાં આવી. આ સુરંગ દક્ષિણી ગાઝાથી ઇઝરાયેલી સુધીની હતી. ઈસ્લામિક જેહાદને હમાસનું સહયોગી માનવામાં આવે છે. કોનરિક્સે વધુમાં કહ્યું કે આવનારા સમયમાં અમે ગાઝામાં આક્રમક કાર્યવાહી કરીશું. વાયુસેનાની પણ મદદ લઈશું, પરંતુ નિશાન પર માત્ર સૈન્ય ઠેકાણાંઓ જ રહેશે.
ગાઝાના હેલ્થ મિનિસ્ટ્રીએ કહ્યું કે ઇઝરાયેલના હુમલામાં ૧૪ મહિનાની બાળકી અને તેની ગર્ભવતી માનું મોત થયું છે. જ્યારે કે ૧૭ લોકો ઘાયલ થયા છે. જેના પર ઇઝરાયેલના સૈન્ય પ્રવક્તાએ કહ્યું કે અમને કોઈ પણ બાળક માર્યું ગયું હોય તેની સુચના નથી. સેનાએ માત્ર સૈન્ય ઠેકાણાંઓ પર જ હુમલાઓ કર્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




