બેંકના કેશિયરે ભૂલથી રૂ.બે લાખ વધુ આપી દીધા હતા
સુરત, તા.૨૯
મંડપ-ભોજનનો કોન્ટ્રાકટ રાખનાર યુવક બેîકમાં ચેકથી પાંચ લાખ રૂપિયા લેવા ગયો હતો. કેશિયરે ભૂલથી બે લાખ રૂપિયા વધુ આપી દીધા હતા. યુવકે બે દિવસ બાદ બેîકમાં જઈને રૂપિયા પરત કરીને ઈમાનદારીનું ઉદાહરણ પુરૂ પાડ્યું હતું.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કતારગામ વિસ્તારમાં રહેતો ૩૦ વર્ષીય રાજપુરોહિત બલદેવસિંહ મંડપ અને ભોજનનો કોન્ટ્રાક્ટ લે છે. ઉપરાંત સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીમાં બોઈઝ હોસ્ટેલ સાચવે છે. ૨૪મી તારીખે રાજપુરોહિત ચેકથી પાંચ લાખ રૂપિયા ઉપાડવા માટે એસબીઆઈની પાર્લેપોઈન્ટ શાખામાં ગયા હતા. ત્યાં કેશિયરે પાંચ લાખના ચેકની સામે સાત લાખ રૂપિયા આપ્યા હતા. તે સમયે રાજપુરોહિતતે પણ ગણ્યા ન હતા. ઘરે જઈને ખબર પડી કે બે લાખ રૂપિયા વધુ આવી ગયા છે. બીજા દિવસે શનિવાર અને પછી રવિવાર હોવાથી બેંક બંધ હતી. સોમવારે ૧૧ વાગે બેંક પર જઈને રાજપુરોહિતે બે લાખ રૂપિયા પરત કરીને ઈમાનદારીનું ઉદાહરણ પુરૂ પાડ્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



