ફાયર બ્રિગેડ, શહેર વિકાસ વિભાગ અને ટ્રાફિક શાખા દ્વારા સાગર, શ્રીલક્ષ્મી અને આનંદ ટેક્સટાઈલ્સ માર્કેટમાં તપાસ : માર્કેટોમાં ગેરકાયદે બાંધકામની પણ ચકાસણી કરાશે
સુરત, તા.૨૯
સરથાણા સ્થિત તક્ષશિલા આર્કેડમાં લાગેલી ભયાજનક આગમાં ૨૨ માસુમ બાળકોના મોત બાદ પાલિકા તંત્ર સફાળુ જગ્યું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં શૈક્ષણિક સંસ્થાઅો, કોમર્શિયલ કોમ્પ્લેક્ષમાં ગેરકાયદે ડોમ સ્ટ્રક્ચર તોડવાની કામગીરી બાદ હવે માર્કેટ વિસ્તારમાં ફાયર સેફ્ટીના સાધનો અને દાદર ખુલ્લો છે કે નહીં તેનો સર્વે શરૂ થયો છે.
મનપા કમિશનરના આદેશથી શહેરના તમામ ઝોનમાં ફાયર સેફ્ટી નોમ્સનો સર્વે ચાલી રહ્ના છે. ફાયરની ટીમ ફાયર સેફ્ટી વગરના કોમર્શિયલ, એજ્યુકેશનલ સંસ્થાઓને સીલ કરવાની કામગીરી ચાલી રહી છે. ફાયર વિભાગની એનઓસી નહીં હોય તો તે બિલ્ડિંગનું બીયુસી રદ્દ કરવાની ચીમકી પાલિકા દ્વારા આપવામાં આવી છે. છેલ્લા ચાર-પાંચ દિવસ દરમ્યાન બે હજારથી વધુ સંસ્થાઓ દુકાનોમાં ગેરકાયદે ટેરેસ ઉપર ડોમ પ્રકારનું સ્ટ્રક્ચર દુર કરવાની સાથે ફાયર સેફ્ટીનો સર્વે કરવામાં આવ્યો હતો.
આજે સવારથી લીંબાયત ઝોનની ટીમ દ્વારા રિંગરોડ ખાતે આવેલી માર્કેટોમાં ફાયર સેફ્ટીનો સર્વે શરૂ કરાયો છે. ફાયર સ્ટાફને સાથે રાખીને માર્કેટોમાં ફાયર સેફ્ટીના સાધનો છે કે નહીં, કઈ સ્થિતિમાં કેટલી સંખ્યામાં છે તેનો સર્વે કરવામાં આવી રહ્ના છે. ઝોનની ટીમ દ્વારા માર્કેટોમાં દાદરનો ભાગ ખુલ્લો છે કે નહીં તેનો સર્વે કરાઈ રહ્ના છે. ઈમરજન્સીમાં કામદારો અને દુકાનદારોને બહાર નીકળવાનો બીજા માર્ગ છે કે નહીં તેની ચકાસણી થઈ રહી છે. ટ્રાફિક વિભાગની ટીમ માર્કેટના આજુબાજુમાં ઈમરજન્સીના સમયે વાહન પહોîચી શકે કે નહીં તે અંગેની ચકાસણી કરી હતી.
બપોર સુધીમાં લીંબાયત ઝોનની ટીમ, ફાયર વિભાગની ટીમ, ટ્રાફિક વિભાગની ટીમ દ્વારા સાગર માર્કેટ, શ્રીલક્ષ્મી માર્કેટ અને આનંદ માર્કેટમાં સર્વે કરાયો છે. આ ઉપરાંત અન્ય માર્કેટોમાં પણ સર્વે હાથ ધરાશે. જરૂર જણાય ત્યાં નોટીસ આપવામાં આવશે. પાલિકા અને ફાયર વિભાગની ટીમ દ્વારા માર્કેટ વિસ્તારમાં સર્વે હાથ ધરતા માર્કેટોના વેપારીઓમાં ફફળાટ મચી જવા પામ્યો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



