ચોરીના ત્રણ મોબાઈલ અને ઓટો રિક્ષા પોલીસે કબજે કરી
સુરત, તા.૨૯
કડોદરા ચાર રસ્તા પાસેથી બાતમીના આધારે કડોદરા પોલીસે ઓટોરિક્ષામાં મોબાઈલ ફોન તથા રોકડા રૂપિયા તફડાવતી ટોળકીના ૩ આરોપીઓની ૪૩ હજારના મુદ્દામાલ સાથે ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટાફના માણસો કડોદરા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે પો.કો. અલ્તાફભાઈ ગફુરભાઈ તથા કનકસિંહ કેસરીસિંહનાઓને બાતમી મળી હતી કે એકલ ડોકલ પેસેન્જરને રિક્ષમાં બેસાડી ખિસ્સામાંથી મોબાઈલ તથા રોકડા રૂપયા તફડાવી લેતી ટોળકી રિક્ષામાં બેસીને લીંબાયતથી બારડોલી તરફ જવાના છે. જે બાતમીના અચાધારે પોલીસ કડોદરા ચાર રસ્તા પાસે વોચ ગોઠવી બેઠા હતા ત્યારે વર્ણનવાળી રિક્ષા આવતા પોલીસે તેને રોકી રિક્ષામાં બેસેલા ઈસમોની પૂછપરછ કરતા તેઅો મોબાઈલ તથા રોકડા રૂપિયા પેસેન્જરના ખિસ્સામાંથી તફડાવતા હોવાનું જણાવ્યું હતું. પોલીસે જાકીર મંજૂરભાઈ સૈયદ ઉ.વ. ૩૨ તથા શબ્બીર ઉર્ફે કકડી ઈસ્માઈલ શેખ ઉ.વ. ૨૭ તેમજ ઐયુબખાન રસિદખાન પઠાણ ઉ.વ. ૪૪ (તમામ રહે. લીંબાયત)નાઓની ધરપકડ કરી તેમની પાસેથી રોકડા રૂપિયા ૧૦,૭૫૦ ત્રણ મોબાઈલ ફોન કિ. રૂ. ૩૦૦૦ તથા જીજે-૦૫-એક્સ-એક્સ-૬૭૩૮ નંબરની રિક્ષા કિ. રૂ. ૩૦,૦૦૦ મળી કુલ્લે ૪૩,૭૫૦નો મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



