મહિલા સહિતની ટોળકીએ આધેડને હનીટ્રેપમાં ફસાવી ચાર લાખ પડાવ્યા

0
6

સુરત, તા.૨૯
હનીટ્રેપનો ભોગ બનેલા આધેડ વ્યક્તિએ ચાર અજાણી મહિલા સહિત સાત જણાં સામે કતારગામ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. આ ટોળકીએ બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી ચાર લાખ રૂપિયા પડાવી લીધા હતા. આ બનાવ કતારગામ ફુલપાડા ઓમકાર કોમ્પ્લેક્ષના ફ્લેટ નં.૫૦૧માં બન્યો હતો. આ ટોળકીનો ભોગ બનનાર વરાછા હિરાબાગ સર્કલ હરિનંદન સોસાયટીમાં રહેતાં ૫૮ વર્ષીય છગનભાઈ બચુભાઈ પટેલે કતારગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
કતારગામ પોલીસે ઈપીકો કલમ ૩૮૪, ૩૮૯, ૩૨૩, ૧૨૦ બી, ૧૧૪ મુજબનો ગુનો દાખલ કર્યો હતો. પો.સ.ઈ. એન.જી. પરમારે તપાસ હાથ ધરી છે અને આ ચાર મહિલા અને ત્રણ પુરૂષોની શોધખોળ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY