સાડીમાં ટીકી લગાવવાનું કામ કરતી પરિણીતાને યુવકે ઘરે માલ આપવા આવતો હતો
સુરત, તા.૨૯
ભાવનગર હમવતનીને પરિણીતાને બાળક સાથે અપનાવી સારી જિંદગી આપવાના બહાને લઈ જઈ અલગ-અલગ શહેરમાં રાખી અવાર નવાર બળાત્કાર ગુજાર્યાની ફરિયાદ કાપોદ્રા પોલીસ સ્ટેશને નોંધાઈ હતી.
કાપોદ્રા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કાપોદ્રા વિસ્તારમાં રહેતા રત્નકલાકારની પત્ની સાડીમાં ટીકી લગાડવાનું ઘરકામ કરતી હતી. આ સાડીનો જથ્થો ભાવનગરનો હમવતની રાજુભાઈ બાબુભાઈ બારૈયા (રહે. વિવેકાનંદ સોસાયટી, અર્ચની સ્કૂલ સામે, વરાછા) આપી જતો હતો. આ દરમિયાન બન્ને વચ્ચે પ્રેમસંબંધ બંધાતા આરોપી રાજુ બારૈયાએ ફરિયાદી પરિણીતાને દોઢ વર્ષના સંતાન સાથે અપનાવી સારી જિંદગી આપવાની લાલચ આપી ભગાડી લઈ ગયો હતો અને ફરિયાદીને અમદાવાદ, દીશા, ભાવનગર સહિત અલગ-અલગ જગ્યાએ લઈ જઈ ફરિયાદીની મરજી વિરુદ્ધ અવાર નવાર બળાત્કાર ગુજાર્યા બાદ બસમાં સુરત લાવી ફરિયાદીને મૂકીને આરોપી ભાગી છૂટયો હતો. આખરે આ પરિણીતાએ કાપોદ્રા પોલીસ સ્ટેશને ફરિયાદ આપતા સબ ઈન્સ્પે. એચ.એલ. કડછાએ તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



