પાંચ લોકોએ ભેગા મળી મજૂરને ફટકાર્યો

0
3

સુરત, તા.૨૯
તાતીથૈયા ગામ ખાતે નજીવી બાબતે ઝઘડો કરી ૫ ઈસમોએ એક મજૂર પર હુમલી કરી માર મારી ફરાર થઈ ગયા હોવાનો બનાવ કડોદરા જીઆઈડીસી પોલીસ મથકમાં નોંધાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પલસાણા તાલુકાના તાતીથૈયા ગામ ખાતે મજૂરી કરતા રાકેશ પ્રકાશ જગતાપ (૩૪) સાથે નજીવી બાબતે ઝઘડો કરી સત્યા ધરમપાલ નાઈ, રાજેન્દ્ર મહેરચંદ જાગી, જીતુ શર્મા, પ્રદીપ શર્મા તથા સંજય રાજપૂત વિગેરેઓએ માર મારી તથા જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા. આ સાથે આ મિલમાં કામ પર નહીં આવવાની પણ ધમકી આપવામાં આવતા રાકેશ જગતાપે કડોદરા જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY