દારૂ સાથે બુટલેગર દિક્ષીત સતાસીયાની ધરપકડ
સુરત, તા.૨૯
કામરેજ વલથાણ ગામ મજી માંકણા ગામ પાસેથી પસાર થઈ રહેલા એક પોલો કારમાંથી વગર પાસ પરમીટનો વિદેશી દારૂની ૩૭૬ નંગ બાટલીઓ કિંમત રૂ. ૩.૪૦ લાખનો મુદ્દામાલ કબજે કરી એક બુટલેગરની ધરપકડ કરી હતી. આ સાથે અન્ય બે બુટલેગરોને પોલીસ વોન્ટેડ જાહેર કર્યા હતા.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, કામરેજ ગામ ઉના કોમ્પલેક્ષની સામે આવેલ નિલકંઠ રેસિડેન્સીમાં દિક્ષીતભાઈ સતાસીયા રહે છે. તેઓ ગત રોજ પોતાની પોલો કાર (જીજે-૦૪-બીઈ-૮૭૭૦)માં વગર પાસ પરમીટની વિદેશી દારૂની ૩૭૬ નંગ બોટલો મૂકીને કામરેજ માંકણા ઓમ ઈન્ડસ્ટ્રીઝ પાસેથી પસાર થતા હતા ત્યારે પોલીસે તેમની કારને રોકી તપાસ કરી રૂ. ૩.૪૦ લાખનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડયો હતો. આ ગુનામાં પોલીસે દિક્ષીત સતાસીયા નામના બુટલેગરની ધરપકડ કરી હતી. જ્યારે રાજુ રંગાણી અને વિઠ્ઠલ રંગાણી નામના બે બુટલેગરોને વોન્ટેડ બતાવ્યા હોવાનું જાણવા મળ્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



