બોયઝ વિથ ટોયઝ દુનિયાભરના ૬૦ મિલિયન જેટલા દર્શકો સુધી પહોંચશે
સુરત, તા.૩
ભારતની અગ્રણી ડિજિટલ એન્ટરટેઈનમેન્ટ કંપની હંગામાએ આજે તેનો નવો ઓરિજિનલ શો બોયઝ વિથ ટોયઝ લોન્ચ કર્યો હતો. આ યુથ કોમેડી શો અદી અને જિગ્ગીના જીવન ફરતે વીંટળાયેલો છે. બંને ૨૦ વર્ષ આસપાસના છે, જેઓ મુંબઈમાં એકત્ર રહે છે અને તેમની ડેડ-એન્ડ નોકરીઓથી કંટાળી ગયા છે. જીવનમાં કોઈક સાહસ ખેડવા માટે ઉત્સુક આ છોકરાઓની ખુશીનો ત્યારે કોઈ પાર રહેતો નથી જ્યારે જિગ્ગીના સ્વર્ગવાસી મામા તેમને માટે મોટો વારસો છોડી જાય છે. કમસેકમ કરોડો રૂપિયા મળશે એવી અપેક્ષા સાથે છોકરાઓનો ત્યારે અપેક્ષાભંગ થાય છે જ્યારે વારસામાં તેમને સેક્સ ટોયઝના રૂપમાં અનોખો વારસો પ્રાપ્ત થાય છે. તેમણે હવે દરેક સેક્સ ટોયનો ઉપયોગ કઈ રીતે કરવો અને તેમનાં બિલો ચૂકવવા માટે આ કઈ રીતે વેચવા તે શોધી કાઢવાનું છે અને તેને લઈ તેમના જીવનમાં મોજમસ્તીભરી સ્થિતિઓ પેદા થાય છે, જે દર્શકોને પેટ પકડાવીને હસાવશે.
વિનિયાર્ડ ફિલ્મ્સ દ્વારા નિર્મિત બોયઝ વિથ ટોયઝનું દિગ્દર્શન રાહુલ અગરવાલે કર્યું છે અને તેમાં ઋષભ ચઢ્ઢા (દશ્યમ, લુપ્ત), ઉમંગ ખન્ના, અનીસા બટ (યહ જવાની હૈ દીવાની, હાફ ગર્લફ્રેન્ડ) સાથે અભિષેક બજાજ (સ્ટુડન્ટ ઓફ ધ યર ૨)નો સમાવેશ થાય છે. આજથી આરંભ કરતાં આ શો હંગામાનું વિડિયો- ઓન ડિમાન્ડ મંચ હંગામા પ્લે પર ઉપલબ્ધ થશે અને અને હંગામા વિતરણ શક્તિઓમાંથી લાભ લેતાં દુનિયાભરમાં ૬૦ મિલિયનથી વધુ દર્શકો સુધી તે પહોંચશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



