સુરત, તા.૩
સુરત મહાનગરપાલિકા દ્વારા ૫મી જૂન વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી નિમિત્તે કવિ નર્મદ મધ્યસ્થ પુસ્તકાલય, એ.વી. રૂમ, અઠવાલાઈન્સ સુરત ખાતે યોજાનાર વિવિધ કાર્યક્રમો જેવા કે વક્તૃત્વ સ્પર્ધા સવારે ૮.૩૦ કલાકે, શોર્ટ ફિલ્મ મેકિંગ કોમ્પિટિશનના પ્રથમ ત્રણ વિજેતાઓની શોર્ટ ફિલ્મનું પ્રેઝન્ટેશન સવારે ૯.૩૦ કલાકે સમર કેમ્પ અંતર્ગત શોર્ટ ફિલ્મ મેકિંગ કેમ્પનો સમાપન સમારોહ તથા વક્તૃત્વ અને શોર્ટ ફિલ્મ મેકિંગ કોમ્પિટિશનનો ઈનામ વિતરણ કાર્યક્રમ સવારે ૧૦.૩૦ કલાકે રાખવામાં આવેલ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



