સામાજિક સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને સહાય
સુરત, તા.૩
તાઃ ૨જી જૂન રવિવારના રોજ કબીર વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા વધુ ટકાવારી મેળવનાર તેજશવી વિદ્યાર્થીઓ તેમજ અન્ય ગરીબ વિદ્યાર્થીઓને મફત સ્કુલ બેગ વિતરણ કરાયું હતું. કબીર વેલ્ફેર ટ્રસ્ટના પ્રમુખ લતીફ ખરાદી તેમજ મંત્રી જાનમોહમ્મદ ખાને જણાવ્યું હતું કે તેજશવી વિદ્યાર્થીઓના પ્રોત્સાહન માટે મફત બેગ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતું. શિક્ષણ એ જીવનની સૌથી મૂળભૂત જરૂરિયાત છે અમારો ટ્રસ્ટ શિક્ષણના ક્ષેત્રે વધુમાં વધુ કામગીરી માટે સતત પ્રયત્નશીલ હોય છે.
કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના પ્રવક્તા તેમજ ઈંટુકના કામદાર નેતા શાન ખાન ઉપસ્થિત રહ્યા હતા. બેગ વિતરણ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરી શાન ખાને ઉપસ્થિત વિદ્યાર્થીઓને શુભેચ્છઓ પાઠવતા કહ્યું હતું કે જ્ઞાન અને શિક્ષણ ખુબજ અગત્યની અને મહત્વપૂર્ણ વસ્તુ છે આના પ્રોત્સાહન તથા વિકાસ માટે દરેકે સકારાત્મક પ્રયત્નો કરવા જોઈએ.
ઉપરોક્ત કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના પ્રવક્તા તેમજ ઈંટુકના કામદાર નેતા શાન ખાન, કબીર વેલ્ફેર ટ્રસ્ટના પ્રમુખ લતીફ ખરાદી, મંત્રી જાનમોહમ્મદ ખાન, ખજાનચી ઉત્સવ પટેલ, સામાજિક અગ્રણી આબીદ ખાન, તૌસિફ અન્સારી, સુમિત રાઠોડ, ચેતન લબદે, આશિષ નિષાદ, કાઝીમ ખાન સહિત રાજકીય તેમજ સામાજિક ક્ષેત્રના વિવિધ અગ્રણીયો તેમજ ટ્રસ્ટના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



