પર્યાવરણના જતનની ઝુંબેશમાં જોડાવા જાહેર જનતાને આહવાન
સુરત, તા.૩
વિશ્વ પર્યાવરણ દિવસ આવી રહ્યો છે ત્યારે અંકલેશ્વરમાં પ્લાસ્ટિકના કચરાને દૂર કરવા અને સ્વચ્છતા જાળવવા માટે સફાઇ કે સાથ સંવાદ નામના ગ્રુપ એ પ્રશંસનીય કામગીરીની શરૂઆત કરી છે.
અંકલેશ્વર જી.આઈ.ડી.સી અને આસપાસના વિસ્તારમાં બહુ બધી ખાલી જગ્યાઓમાં ખાસ કરી પ્લાસ્ટીકનો કચરો અને અન્ય કચરો ખુલ્લામાં ગમે તેમ નાખી દેવામાં આવે છે. આમાં પ્લાસટીકનો કચરો જમીનમાં, નદી-નાળાઓમાં અને કેટલાય અબોલા જીવના પેટમાં જાય છે.અને તેમનું અપમુત્યુ પણ થતું હોય છે. સાથે પર્યાવરણ ને પણ ગંભીર નુકશાન થઈ રહ્યું છે.
એક નાની શરૂઆત આજરોજ કરી છે. જેમાં અઠવાડીયામાં એક કે બે વાર ૧કલાક માટે આપણાં જ રહેણાક વિસ્તારના લોકો નો સાથ લઈ જુદા જુદા વિસ્તાર માંથી પ્લાસ્ટીક કચરો દુર કરી Clean Ankleshwar Green Ankleshwarની ઝુંબેશ ઉપાડી છે. આમાં કોઈપણ જોડાય શકે છે. સમય અને સ્થળની માહીતી શોસિયલ મીડીયા ધ્વારા જુદા જુદા ગ્રુપમાં આપવામાં આવે છે.
આજરોજ ફકત ૪ લોકોએ ૧ થી ૧/૨ કલાકમાં વાલીયા રોડ, રાગીણી સિનેમાંના વળાંક પાસેની જગ્યાને સાફ કરી અને ત્યાંથી આશરે ૪૦-૫૦ કીલો જેટલો પ્લાસ્ટીક કચરો દુર કર્યા હતો. આ અંગે ગ્રુપના સભ્ય નરેશ પુજારાએ જણાવ્યું હતું કે આવનારી પેઢીના ભવિષ્ય માટે પાણીની બચત, પ્લાસ્ટીકનો વપરાશ ઓછો કરવો, વૃક્ષારોપણ અને તેની જાળવણી આજના સમયની બહુ મોટી જવાબદારી છે. તો જનતા પણ કામમાં સહભાગી થાય એ જરૂરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





