ચાર લોકો વિરુદ્ધ હુમલા અંગે ફરિયાદ
સુરત, તા. ૩
સહિયારી વાડીની જમીન રાખવા બાબતે થયેલા ઝઘડામાં ધારિયા લાકડાના ફટકાથી ચાર જણાંએ બે જણાં ઉપર હુમલો કર્યો હતો. આ બનાવ મોટા વસાવા ગામમાં બન્યો હતો.
અમરોલી પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મોટા વરાછા જાદવત ફળિયામાં રહેતા સુહેલ સલીમ ફિટરે આરોપી ઈબ્રાહીમ ઝહીર ફિટર, સોહિલ ગુલામી ફિટર, આમીર ગુલામ ફિટર, ઝુબેશ યૂસુફ વેઈદ (રહે. જુમા મસ્જિદની બાજુમાં મોટા વરાછા) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. અગાઉ ફરિયાદીએ સહિયારી વાડી જગ્યા રાખી હતી જે બાતે આરોપીઓ સાથે ઝઘડો થયો હતો. જેની અદાવત રાખી આરોપીઓ ધારિયુ, લાકડાના ફટકાથી ફરિયાદી સુહેલ અને શબ્બીર અહમદ મકરાણી ઉપર હુમલો કરી ઈજા પહોંચાડી નાસી ગયા હતા. બનાવ અંગે અમરોલી પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



