બારડોલીની વલ્લભવાડી બારોબાર વેચી દેવાતા જમીન માલિકની ફરિયાદ

0
78

નકલી પાવરદારના આધારે જમીનનો સોદો કરી રૂ. ૯ લાખ વસૂલ કર્યા
સુરત, તા. ૩
બારડોલી વલ્લભવાડી વિસ્તારની જમીનના બોગસ આધાર-પુરાવા બનાવી આ જમીનનો સોદો કરી સાટાખત પેટે રૂપિયા ૯ લાખ મેળવી ગુનો કરનારા આઠ જણાં વિરુદ્ધ બારડોલી પોલીસ સ્ટેશને જમીનના પાવરદારે ફરિયાદ નોંધાવી હતી.
બારડોલી પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ બારડોલી વલ્લભવાડી બ્લોક નંબર વાળી એક જમીનના પાવરદાર જયનારાયણ સૂર્યપ્રતાપ પાંડેએ હેમંત ઉપેન્દ્ર પટેલ, નારણ વલ્લભ પટેલ, મંજૂરેબન નારણ પટેલ, સોનિયા નારણ પટેલ, વર્ષાબેન નારણ પટેલ, સીમા નારણ પટેલ, પરમેશ નારણ પટેલ, આશિષ કમિલ વ્યાસના નામના બોગસ પુરાવા ઊભા કરનારા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જમીન માલિક નારણ વલ્લભ પટેલના પાવરદાર જયનારાયણ પાંડેએ આપેલી ફરિયાદ મુજબ આરોપીઓએ બોગસ આધાર પુરાવા બનાવી ઉપરોકત જમીનનો સોદો કેતન શાંતિ લાલ પટેલ સાથે કરી સાટાખત પેટે રૂપિયા નવ લાખ મેળવી ગુનો આચાર્યો હતો. બારડોલી પોલીસે બોગસ પુરાવા રજૂ કરનારાની પાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY